________________
કરે
કરે છે. ત્યાં ઉત્કટ ભવવૈરાગ્ય સાથે મોક્ષદાયી અને સર્વજ્ઞકથિત તત્વ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એ પ્રથમ-સંવેગ-નિર્વેદ–અનુકંપા-આસ્તિક્ય એ પાંચ લક્ષણથી અલંકૃત હોય છે. બીજા પણ તત્ત્વપરિચય, કુદષ્ટિજનસંસર્ગ ત્યાગ, જિનેશ્વરદેવનાં શાસન અંગે મન-વચન-કાયશુદ્ધિ વગેરે અનેક ગુણેથી એ વિભૂષિત હોય છે. મહાપ્રભાવી આરાધક ભાવ :
સમ્યક્ત્વ પામ્યા પછી પણ ખૂબ સાવધાની જરૂરી છે, જેથી આરાધકભાવ નાશ પામી વિરાધભાવમાં ન પડાય. સમ્યગ્દર્શનના પાયામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બંધન હવે ઘરવાનું હોય છે, તે ઠેઠ વીતરાગ બનવા સુધી અણીશુદ્ધ ધરવું જોઈએ છે. “ધમે આણાએ પડિબદ્ધા ધર્મ શું ? જિનાજ્ઞા ફરમાવે તે જ ધર્મ. માટે ધર્મ આજ્ઞામાં જ સંબંધિત છે. સમ્યક્ત્વ-અવસ્થામાં જિનાજ્ઞાના બધા વિધાન પાળવાનું નથી બનતું, છતાં એને આજ્ઞાનું બંધન આટલું હોય છે કે જિનની આજ્ઞા જ તારણહાર છે, જિનવચને કહ્યું તે જ બરાબર છે, એજ કર્તવ્ય છે, બાકી બધું અનર્થરૂપ છે. તેથી જિનેક્ત આરાધના તરફ અપેક્ષાભાવ હોય છે. એજ આરાધકભાવ. સાનુબંધ પશમ :
આ જિનાજ્ઞાના ઊંચા ઉપાદેયભાવ, કર્તવ્યભાવ હૈયે વસ્યા હોવાથી વિદ્યાસ જાગતાં બધા યા શેડા અંશે આજ્ઞાના વિધિ–નિષેધના પાલનમાં જે જીવ આવે છે, એ અનુક્રમે સાધુ યા શ્રાવક બન્યો કહેવાય.