________________
વિચારાય “કે આપણે નારાજ શા માટે થવું ? મનને ઉગથી પાછું વાળી પ્રેમમાં જોડવું જોઈએ.” પણ આ શુભ વિચાર પરાણે લાવવો પડે છે. ભયભીત થવું સહેલું છે, નિર્ભય થવું મુશ્કેલ છે. ભય એટલે જલ્દીથી આવે એટલી નિર્ભયતા જલદી આવતી નથી શઠતાના વિચારો જીવને બહુ સુલભ. સ્વાર્થ સાધવા, પિતાની જ અનુકુળતા જેવી, આ વૃત્તિઓ જીવની સાથે જાણે સહેજ ઘડાઈ ગઈ છે. એ વૃત્તિઓને સિદ્ધ કરવા ઉદ્યમ કરે પડતો નથી. બીજાની સેવા લેવાના, બીજાના ભોગે સુખ લેવાના વિચાર પહેલા આવે, પણ પરમાર્થ માટે જતને ભેગ આપવાની વૃત્તિ છેલ્લે ય આવવી મુશ્કેલ આપણું હોશિયારીથી જ અનુકુળતા મળે છે, એવી માન્યતા ઘડાઈ ગઈ છે, માટે આ વૃત્તિ સુલભ થઈ પડી છે ખબર નથી કે પુણ્ય વિના ફાફા. એક જરાક આપત્તિ આવી પડી કે જીવ દુષ્ટ વૃત્તિઓનો આશ્રય સહેજે લે છે, પણ જે સાવધાન બને, તો આપત્તિ તો આવી અધમ વૃત્તિઓને દબાવવા ખરેખરી ઉપગી થાય એમ હોય છે. આપત્તિ તો ગુણશ્રેણીની પરીક્ષામા જલદી પાસ થવાની પરીક્ષા છે. આપત્તિ જ ખરો કસોટીનો કાળ છે. આમ તો આવી અધમ વૃત્તિઓ ઝટ જાગે નહિ; પણ આપત્તિ કાળે જાગે, તે વખતે એને શુભ વૃત્તિઓથી કરાડી શકાય. સૂર્ખતા અને મૂઢતા કે જે ગળથુથીમાં એકમેક થઈ ગઈ છે, તેને ટાળી આત્મામાં જ્ઞાન અને વિવેકની નવી ભાત પાડવાની છે. સ્વેચ્છાથી, મૂર્ખતાથી ને મૂઢતાથી કરેલા કાર્યમાં નિષ્ફળતા અને નિસ્સારતા લગભગ રજની વસ્તુ થઈ પડી છે. જ્યારે સફળતા હંમેશની, અને નિષ્ફળતા કેક દિવસની. સારવાળી પ્રવૃત્તિ ઘણી, અને અસાર