________________
રાખવાથી શું વન્યુ ? જવાનું તો જાય છે જ. પણ વધારે ભય કરી કરીને મમતા વધારી ચિંતામાં બન્યા, આત્મચિંતા કરી નહિ, પરમાર્થ સૂઝ નહિ, પિતાની માલિકીના માનસને જડ પદાર્થોનું ગુલામ બનાવ્યું, અને પોતે એ બંનેના ગુલામ બન્યાં!
ભયભીતને તો ખાય તો પણ ભય; ખરચ્ચે ભય; ખુટી જવાનો ભય; લુંટાઈ જવાને ભય, કોઈ માગી જશે તો ? એ ભય, સરકાર કાયદા કરશે તે ? એ ભય, માન જવાને ભય, સત્તા જવાને ભય, નહિ સચવાય, પિતાના તાબામાં નહિ રહે, કહ્યું નહિ માને, તેને ભય ! કેવા ભયના ઘા ? ભયની ઘોર પરંપરા ! ભય અજંપે ચંચળતા કરાવે, સ્થિરતા ન રહેવા દે. ભયમા ને ભયમાં સુખે ખાય નહિ, ખાવા દે નહિ, પરમાર્થ જાતે કરે નહિ, બીજાને કરવા દે નહિ; સુખે નિદ્રા નહિ, સબુદ્ધિ નહિ, ગુણની ને ધર્મની કદર નહિ. ભય તામસ ભાવમાં રમાડે, ધર્મગુરુઓથી ડરાવે, ઉપદેશ-શ્રવણથી આ રાખે, અમૂલ્ય ધર્મ-સાધનાથી વંચિત રાખે, કેમ? એક ભય
ગુરુ પાસે જાઉં ને દાનનું કહે તો? તપનું કહે છે? માટે જવું જ નહિ,”
સજનતાના સંગથી દૂર રાખનાર ભયભીત કલપના છે. એ જીવનને હાથે કરી અકારૂં બનાવે. પિતાના હાથે પિતાના ઉજજવલ જીવનને એ મલિન કરે, ડરપોક બને, અસત્ય કલ્પનાઓ કરે, પશુથી કરાતી સંજ્ઞામાં જ જીવન પુરૂં ! કેમકે એને તે સંસાર એજ કર્તવ્ય. સંસાર જોઈએ એને ભય વિના કેમ ચાલે ? જ્યાં તૃષ્ણા છે, ત્યાં ભય છે, તૃષ્ણાથી ભય વધે છે; સંસાર વધે છે. ઘેરથી બહાર નીકળી તીજોરી બંધ કરી કે