________________
પ૧
ગયા કે જે આને કળ બેસી જશે તો અંદરથી પછી શી રીતે ઉઘાડીશ? કેમકે હેન્ડલ તે બહાર હોય. અને ખરેખર અહીં બન્યું પણ એમ જ ! બારણું અધું ખુલ્લું બંધ થવાને બદલે પૂરું બંધ થઈ ગયું ! કળ બેસી ગઈ થોડીવાર પછી ખોલવા જાય તો ખૂલે નહિ. અકળાયા, ગુંગળાય, હવે તે અવાજ કરવા છતાં બહાર કેણ સાંભળે ? તે એમાં ને એમાં અંતે મરી ગયા !
પાછળથી છેક બહાર શોધાશોધ કરે કે બાપા કયાં ગયા ? આખા ઘરમાં જઈ વન્યા, બહાર કાકા, મામા, ફઈ વગેરેને ત્યા અને ગામ બહાર પણ જોઈ આવ્યા, સન્યા નહિ,
એટલે માન્યું કે “જંગલમાં ગયા હશે અને ત્યાં શિકારી પશુએ મારી નાખ્યા હશે.” બસ, ડેસાનું સરણકાર્ય કર્યું. પછી ૧૩મે દિ ઘરનું સંભાળવા જતાં તિજોરી બંધ દેખી, ચાવી જડી નહિ, લુહારને બેલા. લુહારે તે પહેલું હેન્ડલ જ તપાસ્ય-ખટ . .બારણું ખૂલતાં ગંધાઈ ઉઠેલું બિહામણું મડદું જોયું ! બહાર લેકમાં ખબર પડી ગઈ ને ગામમાં કહેતી ચાલી કે, “શેઠ તિજોરીમાં મરી ગયા ? આમ બેટા ભયના દેષ પર ડોસાના બેહાલ થયા ! જિંદગી ચિત્તમા તીવ્ર રાગદ્વેષના સંકલેશ કરી કરીને પૂરી કરી | પરિણામ શું ? દુ:ખદ અધમ દુર્ગતિઓમાં તીવ્ર રાદિના સંકલેશ અને દુષ્ટ પાપભર્યા જીવનની પરંપરા ચાલવાની ! - જડ ખાતરના આ ભારે રાગ, તૃષ્ણા, મમતા, મદમાયા, કામક્રોધ વગેરેની સતામણી એ ચિત્તની સંક્ષિણ દિશા છે.
ભય ચિત્તના સંકિલષ્ટ પરિણામને અતિ સંકિલષ્ટ કરાવે છે. ભયસંજ્ઞા કાયા, કુટુંબ, ધન, દોલત વૈભવ ઘરબાર,