________________
પ૭
ગતાગમ નથી. એક જ વાત છે “લૂંટે, ભેગું કરે, ઉડાએ, એ માટે બધું કરી છૂટે.” ભલે પછી મૂર્ખને લોક નિંદે હસે, કે એ પીડાય સંસારમા, યા દુર્ગતિઓમાં ભારે ત્રાસથી દંડાવું પડે. તેની ખબર નથી, ચિંતા નથી, પરવા નથી, આ મૂર્ખતા. બીજી છે. મૂઢતા. પંડિત હય, શાસ્ત્રો ભણેલે હોય કે પ્રોફેસર હોય, બીજાને ભણાવે ખરો, પણ તેની પંડિતાઈ મૂઢતાના ઘરની, જે જ્ઞાન છે પણ વિવેક નથી, ભયે છે પણ હદય પરિણત નથી બન્યુ શાસ્ત્રથી જે આત્મા કેળવાયા નથી તો એકલી બુદ્ધિ કેળવાય તેથી શું? ભણતરમાં એ મુંઝાયો કે તેની બધી પ્રવૃત્તિ જડ પાછળની ! પિતાના આત્માનું જ ભાન નથી ! વિચાર-બેલી–આચરણ બધું જડ પાછળનું ! આત્માના હિતની વાતના વિચાર–વાણી–વતન નથી. નરી મૂઢતા ! પરમાર્થની ખબર નથી.
મૂઢ પંડિત
ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પંડિત ઘરે છોકરાઓને વિદ્યાભ્યાસ કરાવતો. એમાં એક યુવાન વિદ્યાર્થી પંડિતની યુવાન પત્નીની સેવા કરતાં કરતાં એ બંને પ્રેમમાં પડ્યા ! પણ પંડિતપત્ની પરના મૂઢ રાગમાં એની સાથેની આ વિદ્યાર્થીની મર્યાદા બહારની છૂટને શુદ્ધ સેવા માનતો અલબત્ પંડિતના દેખતાં કાંઈ વિલાસ થઈ શકતો નહોતો, તેથી જ બંનેએ ભાગી જવાનું નકકી કર્યું. એમાં એકવાર પંડિતને બહારગામ જવાનું થયું ત્યારે મૂઢતામાં એ આ વિદ્યાથીને જ પત્નીની સંભાળ રાખવાનું
પતો ગયે. હવે તો બંનેને ફાવતું થયું. એક મડદું લાવી ઘરમાં મેંદુ વગેરે ખડધું પડધું સળગાવી ઘરમાં થેટી આગ લાગ્યા