________________
પર
લુચ્ચાઈ પ્રપંચ, દગો, ફટકે, વિશ્વાસઘાત કરે. સ્વભાવથી કપટ કરનારે; કેળવેલી ગુંડાગીરી આદરનારો. નિષ્ણજન નાની વાતમાં; નકામી બાબતમાં પણ માયા ! સીધી વાત કરે નહિ, સરળતા નહિ. કાંઈ લેવાદેવા નથી; છતાં સ્વભાવથી જ દગો ! ભૂતકાળનો અનંતવાર અભ્યાસ કારમી માયાનો. માયા જ આવડે. એના લેહીના પરમાણુ જ એવા કે એકલી માયા જ કરે. તેના ચગે કર્મ પણ એવા બાંધે. આ બધા અનંતકાળના અવળા વળ સીધા સવળા કરે નહિ, અવળા વીંટડ્યા તેવા સવળા ઉકેલે નહિ, ઊંધાઈ મૂકી સીધી દિશા પકડે નહિ એ બધું ભવાભિનંદીપણામાં સુલભ છે. એનાથી બચવું હોય તો અંતરમાં કદાચ માયાને વિચાર જાગે, પણ એમા પુરુષાર્થ ન જ ભેળવાય, અર્થાત્ માયાને અમલી ન બનાવાય, પણ તેને ગુંગળાવાય, જેથી એ કારગત ન થાય તે હજી બચાય. છળ પ્રપંચ દગા ફટકા કયે રાખવા છે, જગતના લાભ કે જગતની વડાઈ લેવા માટે વાતવાતમાં વકતા વાપરવી છે, માયા આચરવી છે, ત્યાં મોક્ષની તમન્ના ક્યાં ઊભી રહે ? | માયાનું પાપ જગતમાં બહુ સહેલું, એમાં ઉઘાડા પડીએ છીએ એવું ન દેખાય. પાછું હોશિયારમાં ખપાય, અને માયાથી લાભ થતે દેખાય. આ કાળજુની એની કુટેવને ટાળવા દિલને શુદ્ધ બનાવવું પડે. કદાચિત્ માયા કરવા મન ઊઠે, પણ હૃદય ના પાડે. “ધ્રુવ આત્માના ગુણ અદ્ભવ જડ ખાતર મારે ગુમાવવા નથી,” એમ હૃદય પોકારે, પછી મન કદાચ માયા કરાવી જાય પણ તે કેવી ? મળી. ભવાભિનંદીને તો છૂટથી પ્રપંચ, માયા, કપટ જોઈએ, જોરદાર જોઈએ, એમ અફસ નહિ. મામુલી