________________
૧૭
પરિભાવના એટલે ભાવના, ઝંખના, તત્પરતા સાથે ચોકકસ રૂપના વ્રત–આચારાદિના પાલનને વારંવાર અભ્યાસ. સાધુધર્મ યાને સર્વવિરતિમય ક્ષમાદિ દશ પ્રકારને ચારિત્રધર્મ બહુ ઊંચો ધર્મ છે. સર્વ બાહ્ય માયા અને અત્યંતર મમતાદિ છેડીને એ કરવાનો છે, અને તે પણ મનવચન-કાયા અને ઇન્દ્રિયની સર્વ અશુભ પ્રવૃત્તિઓ છોડીને મહાવ્રતો અને એની તકેદારીઓના અણીશુદ્ધ પાલન સાથે કરવાનું છે. એ માટે આત્મામાં તે વીલ્લાસ જગાડવા માટે પહેલાં અણુવ્રતોને શુદ્ધ અભ્યાસ કરે જોઈએ. તે પણ એ અહિંસા-સત્ય વગેરેની સહજ સુદરતા વગેરે હૃદયમાં અંકિત કરી દઈ તથા એ અકલ્યાણ મિત્રોનો સર્વથા ત્યાગ કરીને કલ્યાણમિત્રોનો ખાસ સંસર્ગ રાખી, ધર્મ–ાગરિકા આદિ સાથે કરવાનું છે. સાધુધર્મ આત્મામાં ઉતારવા માટે આત્માને બહુ ચગ્ય બનાવવો જોઈએ.
જીવન સ્વભાવમાં શું લાગે છે ? –પરિસ્થિતિ એ છે કે આત્માએ અનંતાનંતકાળ એનાથી અવળી ચર્યા ખૂબ રસપૂર્વક આદરી છે, તેથી સાધુધર્મને સ્વપને પણ ખ્યાલ આવ્યો નથી. સાધુધર્મની કોઈ વાત કરે તો “એજ ખરેખર આત્માને સ્વભાવ છે” એવું ક્યાં ભાસે છે? સાધુધર્મમાં મુખય તપ અને સંયમ આવે છે, શ્રાવક-ધર્મમા દાન અને શીલ આવે છે હવે જીવને પૂછીએ કે તારો સ્વભાવ તપન કે ખાવાને ? પૈસા દેવાને કે લેવાનો? દિલમાં સંયમની વૃત્તિ જાગે કે વિષય–કષાયની? સંયમી એટલે તે ગમે તેવા રળિયામણ વિષયે આંખ સામે આવે પણ મનને વિષયમાં ન ભળવા દે. આ સ્વભાવ હજી સ્વને પણ નથી અનુભળે. જાણે જીવના–સ્વભાવમાં