________________
થાય છે. ઠેઠ મોક્ષ પામવા સુધી આવી સામગ્રી મળ્યા કરવાની. અશુભ અનુબંધના પ્રતિઘાત અને શુભાનુબંધના આધાનથી આ બની આવે છે. એ પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ છે. એમાં મુખ્ય તે વિશુદ્ધ અધ્યવસાય યાને હૃદયને વિશુદ્ધભાવ કે જેમાં મોક્ષ ને ધર્મગુણની તીવ્ર તમન્ના વગેરે છે એ ગુણબીજ છે.
જ્યારે ગુણબીરાધાનથી હિંસા–વિરમણ આદિ ગુણે તરફ રુચિ સાથે આકર્ષણ ઊભું થયું એટલે આ ગુણે ભૂલથી સ્વીકારવા માટે પ્રયત્ન થાય છે. “સ્થલથી” એટલે ગૃહસ્થ ઘરવાસમાં રહેતાં પાળી શકે તેવા મોટા મોટા રૂપમાં હિંસા-વિરમણ, અસત્ય-વિરમણ, વગેરે. એમાં દા. ત. ૧.
નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઈને હું મારીશ, નહિ” ૨. “કન્યા, ઢેર, ભૂમિ વગેરે અંગે જૂઠું બોલીશ નહિ...” ૫. પરિગ્રહ અમુક પ્રમાણથી વધુ રાખીશ નહિ...” વગેરે. એને અણુવ્રત કહે છે. સંસારત્યાગી સાધુને મહાવ્રત હોય છે કે જેમાં પૃથ્વીકાય, અષ્કાય, વગેરે નાના જીવની પણ હિંસા વન્ય છે, એમ સૂક્ષ્મ પણ અસત્યનું ભાષણ નહિ... રાતી પાઈનેય પરિગ્રહ નહિ, ઈત્યાદિ. એ સ્થિતિનું દિલ ઊભું કરવા માટે અહીં અણુવ્રત, અને એનાં પિષક બાબતોનો આદર, તથા બાધક બાબતોનો ત્યાગ, આ બધાને અભ્યાસ કરવાનો હોય છે. આ અભ્યાસ મહાવ્રત અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મે પહોંચવા માટે છે... તેથી એને સાધુધર્મની ભાવનાવાળે અભ્યાસ ચાને પરિભાવના કહે છે.