________________
વૈયાવચ્ચને સુંદર લાભ આપે, એ અહોભાગ્ય અમારા! ફરીથી પણ પાછા ગુરુ મહારાજને લઈને પધાર, લાભ આપજો !”
વિહાર અને સાધુતાની સામાન્ય ગોચરીના કાયર અને દીનહીન બનેલા કંડરીકમુનિને જવાની ઈચછા નહોતી, પણ હવે મોટાભાઈ રાજા ગર્ભિત સૂચન કરે છે કે “સિધાવો અહીંથી,” એટલે શરમના માર્યા ત્યાંથી વિહાર તો કરે પડ્યો; પરંતુ મન મીઠા નિગ્ધ રસનું લાલચુ અને તેથી દીન કંગાલ બનેલું, તે છેડા વખતમાં એકલા પાછા આવ્યા નગરના ઉદ્યાને ! માળીના ખબર આપવાથી રાજા ગભરાઈને ઝટપટ આવ્યો. દેદાર જોતાં સમજી ગયે “છતાં સ્થિરીકરણ ઉપખંહણાપૂર્વક કરવું”—એવા શાણપણથી મુનિને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદના કરી કહે છે
ભાગ્યવંતા છે, દીર્ઘકાળના સંયમી ! બ્રહ્મચારી ! મહાતપસ્વી! કેવા પરાક્રમી કે રાજશાહી વિષચેના બંધન ફગાવી દઈએહના કુરચા ઉડાવી રહ્યા છે ! હવે ગુરુમહારાજ પાસે જ જશે ને?” કંડરીક મુનિ બેલતા નથી.
રાજાએ જોયું કે તલમાં તેલ નથી; તેથી પૂછે છે “શું ગલીચ ભોગ જોઈએ છે ? કંડરીક નિર્લજજ અને દીન થઈ આખ માથું નમાવી હા સૂચવે છે. એ જ વખતે પુંડરીક રાજા એને પિતાનો વેશ આપી એન વેશ પિતે લઈ ભાવથી સાધુ બની ગુરુને ભેગા થવા ચાલી જાય છે. બે ઉપવાસ બાદ ત્રીજે દિવસે ગુરુને ભેટી ચારિત્રક્રિયા કરીને શુષ્કર્શીત–સંતપ્રાંત આહારથી પારણું કરે છે. એ ન પચવાથી એ જ રાતે પીડા ઊભી થવા છતાં ચા ઊછળતા ભાલ્લાસમાં કાળ કરી અનુત્તર વિમાને જન્મે છે! કંડરીક દીન રાંકડાની જેમ ખાનપાન પર