________________
૧૯ ચારિત્ર. વગર ખ્યાલે પણ સહેજે સહેજે યાદ આવે, આજ મગજમાં રમ્યા કરે, ભૂલ્યું ભૂલાય નહિ, એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ માટે ભૂમિકારૂપે છેવટે આંશિક તપ, આંશિક સંયમ આંશિક અહિંસા, એમ એ અંશે પણ સ્વભાવમાં આવી જવા જોઈએ. એ પિતાની ચીજ લાગે અને તેના પ્રતિપક્ષી હિંસાદિ પાપસ્થાનકે, આહારાદિ સંજ્ઞાઓ, સંસારના કંચન કુટુંબ વગેરે હૃદયથી પારકા લાગે, ઠરૂપ લાગે, નુકસાનકારી ભાસે. સ્વભાવમાં પસી ગયેલી અનાદિની અવળી ચર્યા સહજ ભાવે ઊછળી શકે નહિ તેવું થવું જોઈએ. ઊઠે તે બળાત્કારે ઊઠતી હોય એવી સ્થિતિ કરવી જોઈએ. સંયમ લીધો હશે ત્યાં ભૂખ બી લાગશે. પણ હવે મનમાં આહાર અને રસનાની સંજ્ઞા એટલી ઉત્કટ નહિ ઊઠે તપ અને સંયમ મનને ધ્યાન તરફ લઈ જશે, આહાર સંજ્ઞા તરફ નહિ ઘસડતા સ્વરૂપ–રમણતા તરફ ઘસડશે.
સાધુધર્મની પરિભાવના ન થાય ત્યાં સુધી સાધુધર્મ લે કારગત ન થાય. તેથી સાધુધર્મ લેતાં પહેલાં લેવાની જે પ્રાથમિક વિધિ, તેના અધિકારની તજવીજ થવી જોઈએ. વિધિપૂર્વક સાધુધર્મ લીધે નહિ હોય તો સાધુધર્મ પાળવા માટે શું પ્રયત્ન કરશે ? જેને સાધુધર્મ લેવાનો છે તેના પિતાના આગળ પાછળના નિકટના સંબધીજ સહેજે સહેજે એની સાથે બૂઝી જાય. ન બૂઝે તો ઉપાથી પ્રતિબોધે તેમેય ન બૂઝે તો યથાશક્તિ એમની આજીવિકાની ચિંતા કરી રજા માગે. રજા ન મળે તો અટવી કાન–ઔષધ ન્યાયે ઘરને ત્યાગ કરે. આ વિધિ પછી પાલન માટે પ્રયાસ થવો ઘટે. આત્મા અને પર્યાયની કેરી વાત કર્યું કાર્ય નહિ સરે, પણ તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ. સાધુપણાને સલરાઈટ (એકાન્ત હક) ફક્ત