________________
પાંચ લોકપાલ અને દિવ્યજ્ઞાનીઓ આ જુએ જ છે. માટે ગુરુના વચનનો ભાવ એ છે કે આને વગર માચે લઈ આવ. ” એમ કરી પાછા લાવી ગુરુને સેંપી દીધે, અને ખુલાસો કર્યો. આ પર્વત તો મુદ્રમતિવશ જંગલમાં કઈ માણસ ન દેખે ત્યાં મારીને લાવ્યું.
ગુરુએ નારદને આવકાર્યો, અને પર્વતને ઠપકાર્યો કે ત્યાં તું, લોકપાલ, દેવતાઓ, વગેરે તો દેખતા જ હતા, તો કેમ મારી લાગે ? ” હવે ઉપાધ્યાયને મનમાં મુંઝવણ થઈ કે “અરે ! આવા નરકગામી શિષ્યને પકવી હું પાપથી કેવી રીતે છૂટીશ ? ” સવારે ઉદ્યાનમાં મુનિ પાસે જઈ પૂછે છે,
“ભગવંત ! કુટુંબનો માણસ દુષ્કૃતમાં પ્રવર્તે તો માલિક અધર્મ વડે બંધાય કે નહિ? ”
સાધુ કહે છે “સળગતો ઘાસને પૂળે હાથમાં લેનારો દાઝે કે નહિ ? બસ, એમ ઘરમાલિક પણ બંધાય.”
બ્રાહ્મણ પૂછે છે “તો પછી એ પાપથી મૂકાય કેવી રીતે ? ”
- સાધુ કહે, “ જેમ બળતો પૂળો મૂકી દે અને પછી ન દાઝે એની જેમ.”
એ સાંભળીને થીરકાદ બે મુનિ પાસે ચારિત્ર લીધું, અને સદ્ગતિનો ભાગી થયે પાછળથી પર્વતે છાત્રોને “અજીર્યષ્ટવ્યું એવા વેદવાક્યને “બકરાથી યજ્ઞ કરે એવો અર્થ બતાવતા ત્યાં આવેલ નારદે સાભળ્યું ને કહ્યું કે “ગુરુજીએ તો અજ એટલે બકરો નહિ પણ ન ઊગે એવું જુનું ધાન્ય ડાંગર વગેરે કહ્યું