________________
૩૪
એને એટલો બધે પક્ષપાત રહે છે કે ત્યાં સર્વથા ધન અને ઈન્દ્રિય-વિષચેના ત્યાગની વાત મગજમાં બેસતી જ નથી ! એને સમજાતું જ નથી કે
“લોભ સર્વ પાપનું મૂળ છે ! સર્વ ગુણનો નાશક છે! જીવને આ સંસારમાં અપાર પીડા પમાડનાર છે! અનંતાકાળથી કર્મના ચીંથરેહાલ ગુલામ તરીકે ભટકાવનાર છે! જીવને નિજના સુક્તિના અનંત આનંદથી તો દૂર શું, પરંતુ અહિં પણ તૃપ્તિ અને અપરિગ્રહ તથા સર્વત્યાગના અપૂર્વ સુખથી દૂર ને દૂર રાખનારે છે. આવી સમજના અભાવે માત્ર જડ જગતની જ એક રટના અને આનંદ હોય છે એને જ ઉપાદેય સાની એ લોભ ન કરનારને ગમાર લેખે છે. તે પરિણામ કેવું? સુભૂમ ચક્રવતી રાજ્ય-લાભની વૃદ્ધિમાં, ચકી બ્રહ્મદત્ત અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ઇન્દ્રિયવિષયના લોભ-લાભની આસક્તિમાં, મમ્મણશેઠ ધનના લેભની રતિમાં..વગેરે કઈ પામર મરી મરી સાતમી નરકમાં પટકાઈ ગયા ! મમ્મણને પ્રસંગ બતાવે છે કે વાતમાં કંઈ માલ નહિ અને લાભ-લેભની ચીકણ રાતિ હદયમાં કેવીક જામી પડી ! ને કેવી રીતે એ ફાલીલી સાતમી નરકમાં એને ઉતારનારી બની ! ટૂંકે પ્રસંગ આ પ્રમાણે છે – અણનું દષ્ટાંત :
મમ્મણ શેઠ પૂર્વ જન્મમાં એક વણિક હતો. એકવાર ઘરે સાધુ આવ્યા. ઘરમાં બીજું કાંઈ દેખ્યું નહિ, પણ કેઈ ને ત્યાંથી આવેલો સિંહ-કેસરિયે લાડુ છે, તે સાધુને વહેરાવી ખૂબ ખુશી ખુશી થઈ ગયો. સાધુના ગયા બાદ પણ માને છે કે “ધન્ય દિવસ કે મુનિને સુંદર દાન દેવાનો લાભ મળે !”