________________
૨૪ રખડાવનારી ન થાય. એટલા માટે આ શાસ્ત્રના પદાર્થો પરમાર્થથી એજ ક્રમે આવિર્ભૂત પ્રિગટ થાય છે, એમ કહ્યું. ભવાભિનંદી અગ્ય :
अयं चातिगम्भीरो न भवाभिनन्दिभिः क्षौद्रायुपघाता-प्रतिपत्तमपि शक्यते ।
આ પંચસૂત્રમાં કહેલા ભાવ અતિગૂઢ અને ગંભીર છે; માટે જ પહેલાં પાપને સંપૂર્ણ સમૂળગે નાશ કરી ધર્મગુણ– બીજનું આધાન કરવાનું કહે છે. ભવાભિનંદી (સંસાર-રસિયો) જીવ પિતાની ક્ષુદ્રતા, લેભરતિ વગેરે દૂષણને લીધે આ પવિત્ર પદાર્થો મેળવવા માટે યત્ન નથી કરતો. અરે ! આ પદાર્થોને સમજવા પણ શક્તિમાન નથી, અને પદાર્થને સમજવાની દરકાર સરખીય એને નથી. એની કિમત જ ન હોય પછી એની ગરજ કે દરકાર શેની જાગે ? એટલે ગુણબીજ જ નથી તો ફળ ક્યાં? બીજ વિનાની ગમે તેટલી કષ્ટમય ક્રિયા પણ કરવામાં આવે તેથી ફળ ન જ બેસે. એ તો ભવાભિનંદીપણાના પાયા પર ઊભેલા અને એને પિષનાર સુદ્રતા આદિ આઠ દુર્ગુણોથી આત્માનો જે પ્રાથમિક શુદ્ધ ભાવ હણાઈ ગયે છે, તેને તે દુર્ગુણે ટાળી શુદ્ધ કરવામાં આવે, અને શ્રદ્ધાપૂર્વક શ્રાવકના અણુવ્રત, ગુણવ્રત, અને શિક્ષાવ્રત સ્વીકારી એને ખૂબ ખૂબ અભ્યાસ થાય, સાથે જરૂરી બીજા ગુણે અને સાવધાનીઓમાં સતત પ્રયત્ન રહે, ત્યારે સાધુધર્મને ચગ્ય તથા ઉત્સુકતાવાળું મન ઊભું થાય છે. આ બધે અભ્યાસ અને પ્રયત્ન એ પરિભાવના છે