________________
૧૫
બધું ક્યારે આવે ? પાપનો પ્રતિઘાત થયા પછી જ. ભવચિનું પાપ જાય તે જ મોક્ષરૂચિ વગેરે પ્રગટે. અતત્ત્વ-મિથ્યાત્વની રૂચિનું પાપ જાય, તો જ તત્ત્વની રુચિ જાગે. સંસારરસિકતાનું પાપ જાય, તો જ એક્ષ-રસિકતા આવે. વિષય–પ્રતિભાસ જ્ઞાન અર્થાત્ વિષયોને સુખભર્યા અને ઈન્દ્રિયોને સુખસાધન તરીકે દેખવું, એ પ્રતિભાસ જ્ઞાન જાય, તો જ તત્ત્વ-પરિણતિને ગુણ આવે. પરિણતિ એટલે વિષ એના સાચા સ્વરૂપે ઓળખાય, હળાહળ વિષસમા સમજાય, ભવવૃદ્ધિ કરનારા તરીકે હૃદયમાં અંકિત થાય. એવું જ હિંસા અસત્યાદિ પાપ માટે લાગે. આ થવાથી મિથ્યાત્વપાપને પ્રતિઘાત થઈને સમ્યગદર્શનરૂપી ગુણબીજની પ્રાપ્તિ થાય.
આ સૂત્રોને પદાર્થ ઉપરથી સમજ સહેલું છે, પરંતુ ગંભીર છે. અર્થાત્ હદયમાં એની સ્પેશના કરવાનું કાર્ય ઊંડે. વિચાર માગે છે.
એના સાચા ર તરીકે
છે. આ થવાની પ્રાપ્તિ
પાપ-પ્રતિઘાતથી અશુભાનુબંધને આશ્રવ અટકી જવાથી તથા ગુણબીજાધાન દ્વારા શુભાનુબંધનો આશ્રવ ઊભું થવાથી હવે હૃદયમાં હિંસાદિ દુષ્કાના ભાવ જાગવાની પા૫સામગ્રી અટકી જઈને ગુણના ભાવ જાગવાની સામગ્રી ઊભી થાય છે. એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિને અનુકૂળ સામગ્રી બાહ્યથી માનવદેહ, આર્યક્ષેત્ર, પાંચ ઇન્દ્રિય તથા સ્વસ્થ મન, આરોગ્ય, અરિહંત દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ, સર્વજ્ઞ વચન ઈત્યાદિ, તથા અત્યંતરથી શુભભાવ સમ્યગૂ વીલ્લાસ વગેરે ઊભા
FuT: