________________
૧૩
ઓની જ અંધ તૃષ્ણ મુખ્ય રહે છે. એના બદલે, “એ હિંસાદિ દુષ્ક ભવવર્ધક છે, મોક્ષને અટકાવનાર છે, આત્માની એક અધમ સિંઘ દશા છે, એમ સમજી એને ત્યાગ થાય, ગુણની જ શુદ્ધ ચાહના સેવે, એ અહિંસાદિ ગુણેને આદર થાય, ત્યારે ધર્મગુણ પ્રગટયો કહેવાય.
બીજા સૂત્રમાં એ હિંસાત્યાગાદિ ગુણોના સ્વીકારની વાત છે. એના બીજનું આધાન વાવેતર કરવાનો ઉપાય અહીં પહેલા સૂત્રમાં બતાવવામાં આવ્યો છે.
- બીજાધાન એટલે શું ?
કેઈપણ ધર્મ કે ગુણ એનું બીજ સ્થપાયા પછી ક્રમશઃ એ બીજમાંથી અંકુર, નાળ, પત્ર વગેરે ઉત્પન્ન થઈને એના ફળરૂપે તે તે ધર્મ કે ગુણ પ્રાપ્ત થાય છે. શ્રી લલિત વિસ્તરામાં આનું વર્ણન કરતાં કહ્યું છે કે ધર્મગુણની પ્રશંસા એ એનું બીજ છે. અર્થાત્ તે તે ધર્મ—ગુણ કોઈનામાં જોઈને યા ઉપદેશમાં સાંભળીને મનમાં એનું આકર્ષણ ઊભું થાય, અને ઉગાર સરી પડે કે “અહો! કેવો સરસ ધર્મ–ગુણકેવા સરસ હિંસા–ત્યાગ, અહિંસા, સત્ય! ....” વગેરે. એ ધર્મગુણની પ્રશંસા થઈ કહેવાય. આગળ પંર ધર્મગુણરૂપી ફળ પ્રાપ્ત. થવામાં આ બીજ છે. પછી એના પર એ ધર્મ–ગુણની ચિંતા અર્થાત અભિલાષા, ઝંખને થાય કે “મને આ ક્યારે મલે ? મલે તો કેવું સરસ !” એવી ધર્મગુણની હાર્દિક અભિલાષા એ અંકુર તરીકે છે. પછી એ કેમ પ્રાપ્ત થાય, એ માટેનું
-