________________
જ્ઞાન-સુખાદિમય શાશ્વત મુક્તિનાં નિજનાં સામ્રાજ્ય લેવા માટે છે...” ઈત્યાદિ.
આ સમજુતીનું સુખદ પરિણામ એ આવ્યું કે જ્યારે પૂર્વોક્ત પ્રસંગમાં પહેલાં જાતે વિરક્ત બનેલે એ પાછળના ઉપદેશથી કષાય અને ભયંકર હિંસામગ્ન બન્યો ને ખૂનખાર લડાઈની લેહીની નદીઓ વહી! ત્યારે અહીં જાતે કષાયથી ધમધમતા આવેલા, પણ હવે ઉપદેશથી શાંત અને વિરક્ત બની સંસારત્યાગી સંયમી સાધુ બન્યા ! વળી એ સાંભળીને ભરત દોડતો આવ્યા, અને પશ્ચાત્તાપ કરતા ક્ષમા માગે છે, ને રાજ્ય સ્વતંત્રપણે સુખે ભેગવવા વિનંતિ કરે છે ! પરંતુ આ તો સાચું સમજીને ખરા ત્યાગી બનેલા છે; તેમને સંસાર સાથે શી નિસ્બત? એ તો પિતાના ત્યાગ–માર્ગમાં જ દૃઢ રહી આગળ વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે! પત્યું. લેહીનું એક ટીપું પણ રેડાયુ નહિ! દુશ્મનાવટ વરાળની જેમ ઊડી ગઈ! મિત્રી અને અને કરુણાના પૂર વહ્યા ! જેમા આગળ જઈ અંતે ભરત પણ કેવળજ્ઞાની બન્યા! સર્વજ્ઞવચનથી આવું સુખદ પરિણામ નીપજ્યુ! એ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનનો એક્ષપ્રક્રિયાનો ઉપદેશ આ “પંચસૂત્ર” –શાસ્ત્રમાં સંગૃહીત કરાયેલ છે, માટે એ સત્ય અને સુંદર છે.
પાંચ સૂત્રને કેમ સહેતુક - હવે પ્રશ્ન છે કે પાંચ સૂત્રને ઉપન્યાસ આમ કેમ ? ઉપન્યાસ એટલે સમી૫ ન્યાસ, અર્થાત્ અમુક ક્રમવાળી રચનાની રજુઆત. તે અહીં સૂત્રોને આ ક્રમ કેમ મૂક્યો? ઉત્તર એ છે કે આ પાંચ સૂત્રોમાં