________________
પંચસૂત્રક' કહીને આ શાસ્ત્રને “સત્ ” : એવું વિશેષણ લગાવ્યું. શાસ્ત્ર સત્ એટલે સત્ય અને સુંદર. એ શાસ્ત્ર સત્ય એટલા માટે છે કે એની બતાવેલી પ્રક્રિયા જે બરાબર રીતે આરાધવામાં આવે તો તે નિશ્ચિતપણે નિર્વિવાદ તદુક્ત અનંત સુખમય મોક્ષને પમાડે છે. વળી શાસ્ત્ર સુંદર એટલા માટે કે એ મેક્ષ માટેની જે પ્રક્રિયા બતાવે છે તે મને રમ છે, સુશક્ય છે, અને સ્વહિત–સાધક સાથે પરહિત-સાધક છે. પરને લેશ માત્ર પણ પીડાકારક નથી. સ્વાત્માનું અહિત હોય કે બીજાને પીડાકારક હોય તે તે અસુંદર પ્રકિયા ગણાય. પંચસૂત્રે બતાવેલી ક્ષ–પ્રક્રિયા એવી નથી. વિચારક પુરુષે આવી સત્ય અને સુંદર હિત–સાધના જ પસંદ કરે છે, અને તેને આદર કરે છે.
સર્વજ્ઞ–અસર્વજ્ઞ-વચનના બે દાખલા –
એમ તો ઘણું ય મોક્ષની વાત તો કરે છે. પરંતુ તે નથી તો હતી સર્વથા સત્ય, કે નથી એની સાધનાપ્રક્રિયા એકાંત સુંદર. અહીં સર્વજ્ઞવચન અને ઈતર વચનના બે દાખલા લઈ એ.
શ્રીકૃષ્ણ–વચન :
મેક્ષ અને તેના ઉપાયની વાત કરનાર ઈતર શાસ્ત્રમાં એવું સાંભળવા મળે છે કે અર્જુન કૌટુમ્બિક ઝઘડાને લીધે લડવા તૈયાર થયે; છતાં યુદ્ધ-ભૂમિપર “જુગારમાં ગુમાવેલું રાજ્ય પાછું લેવા જતાં, યુદ્ધ કરીને કુટુંમ્બિઓ, વિદ્યાગુરૂ તથા અન્ય ગુણિયલ પુરૂષોને સંહાર કરે પડે છે; તો એ યુદ્ધ કરવા કરતાં શીખ