________________
v
તેમનો જન્મ ૧૯૩૦ ના જેઠ સુદ ૧૧ ના રોજ થવા પછી તુ માતા ગુજરી જતાં અપર માતાના લાલનપાલનથી ઉછરવા છતાં તેમને જે કેળવણીના સંસ્કાર મળ્યા હતા. તેથી તેમણે પાટણ અને કેટા ઉપરાંત મુ`બઈમાં પણ વ્યાપારમાં સારી નામના મેળવવી શરૂ કરી અને પોતાના પૂર્વથી ચાલતા કાપડના ધંધા ઊપરાંત, ખીઆં અને અફીણના ધંધાને હાથમાં લઇ એક કુશળ વ્યાપારી તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા સાથે લાખા રૂપિયાની પેદાયશ કરી શકયા છે કે જે પ્રસંગ એક સ્વતંત્ર અને સાહસિક વેપારીના અભ્યાસ માટે અનુકરણીય છે.
રાજદ્વારી કુશળતા અને લાગવગ માટે પણ તેમનું જીવન અભ્યાસ કરવા યેાગ્ય જોવાય છે, લેાકહિતને અનુસરી પ્રજાકીય અવાજ રાજ્યસત્તા પાસે રજુ કરવા અને સગવડ ભરેલી રીતે રાજ્યમાં એકદીલી વધારી તે માટે ઘટતી દાદ મેળવવી. એ રાજ્ય અને પ્રજાના ઉભય પક્ષે પ્રતિષ્ઠાપાત્ર લેખાય છે. શેઠ કેાટાવાળા આ સ્થિતિ પ્રાપ્ત કરી શકયા છે. કેમકે કડી પ્રાંતની મહાજન સભાના પ્રમુખ તરીકે તેમજ વડ઼ાદરા રાજ્યની ધારાસભાના મેમ્બર તરીકે પ્રતિષ્ઠિત હોદ્દા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા અને દરમિયાન અનેક પ્રજાકિય હાજતા પર વિચાર કરવાના પ્રસ ંગે લીધા હતા જેથી પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા તરફથી એક માનપત્ર આપવામાં આવ્યું હતુ. તેમજ નામદાર ગાયકવાડ સરકાર તરફથી રાવબહાદુરના માનવતા ચાંદ તે સત્તાની તે વખતની યાદ તરીકે મળ્યે હતા. તેજ તેમની કવ્ય નિપૂણતા બતાવે છે.
દેશની ઘેાગિક ઉન્નતિને પણ તેઓ વિસરી ગયા જણાતા નથી, એમ પાટણમાં ભરાએલ પ્રદર્શન કે જે શ્રીમાન રામેશચંદ્ર દત્તના હાથે ખુલ્લુ મુકાયું હતું તેની સ્વાગત કમિટિના પ્રમુખ તરીકે બજાવેલી સેવાથી પુરવાર થાય છે. આ ઊપરાંત અમદાવાદ નેશનલ કૉંગ્રેસ પ્રસ ંગે સને ૧૯૦૩માં આપેલ ગાર્ડન પાટી તેમજ સને ૧૯૧૫માં શ્રીમાન ગાયકવાડ સરકાર શિયાજી રાવબહાદુર અને શ્રીમાન સ ંપતરાવ ગાયકવાડ વગેરેને પાતાને ધરે પધારતાં કરેલ સત્કાર પ્રસંગના વિચારાથી જોવાઇ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com