________________
૩૨૮
પાટણની જુદી જુદી સંસ્થાઓ તરફથી તેઓને માનપત્રે ઘણું ધામધુમ વાળા પ્રજાકિય સમારંભ વચ્ચે આપવામાં આવ્યાં છે. તેની નકલો આ સાથે જોડવી અનુકુળ અને ઉપયોગી થઈ પડશે.
માનપત્ર.
(૧) મહેરબાન રે. બા. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા.
મુ. પાટણ, “ માનવંતા સાહેબ,
આજે અમે પાટણનું સમસ્ત મહાજન આપ સાહેબની કડી પ્રાન્તની રૈયતના સભાસદ તરીકે ધારાસભામાં જે નીમણુંક થઈ છે તે માટે આપને અંતઃકરણની મુબારકબાદી આપવાની આ તક લઈએ છીએ.
ગાયકવાડી રાજ્યમાં ધારાસભા આ પહેલી જ છે, ને તેમાં આ શહેરના વતની તરીકે આપ સાહેબ પહેલાજ મેમ્બર હોવાથી અમો પાટણવાસીઓ આ માન અમોને મળ્યા બરાબર હમજીએ છીએ.
" આપની ધારાસભામાં નિમક કરી સરકાર વધુમાં વધુ જે ભાન આપને આપી શકતી હતી તે આપ્યું છે. અને તેથી શ્રીમંત મહારાજાસાહેબનો આ તકે આભાર માનીએ છીએ.
" આપનું કુટુંબ સખાવતોને માટે નામીચું છે અને તે કુટુંબમાં આપ આશા આપનારા સુપુત્ર હોવાથી અમે આપના હાથે ઘણું સારાં કા થવાની આશા રાખીએ છીએ.
“ આપ શ્રીમંત છતાં પણ ગરીબેનાં દુછે. જાણવા જીજ્ઞાસા ધરાવી તે દુર કરવા પ્રયત્નો કરે છે; અને આપની તેવી લાગણીને લીધેજ કડી પ્રાંત મહાજન સભાના પ્રમુખનો જોખમ ભલે ઓધે આપે સ્વીકાર્યો છે. એ વાત અમે સારી પેઠે જાણીએ છીએ. - “ ન્યાતના, સંઘના, મહાજનના વગેરે હરેક કાર્યમાં જ્યારે પણ અમને આપના કુટુંબની કે આપની મદદ તથા સલાહની જરૂર પડી હશે ત્યારે તે અમોને મળતી રહી છે ને સં. ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળના વખતમાં દુષ્કાળીયા માટે અનાજ આપવાની ગોઠવણ કરી આપના વડીલો તથા આપે જે મદદ કરેલી તે અમો કદી પણ ભુલી જવાના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com