________________
૩૩૦
-
માનપત્ર,
( ૨ )
શેઠજી સાહેબ રા. રા. શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા,
મુ. પાટણ માનવંતા સાહેબ !”
આપ શ્રી ગાયકવાડી રાજ્યની ધારાસભામાં કડી પ્રાંત તરફથી રૈયતના પ્રતિનિધિ તરીકે નીમાયા તે શુભ પ્રસંગ માટે અમે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સભા (પાટણ) ના મેમ્બરે આપને અંતઃકરણની મુબારક આપવાની આ તક લઈએ છીએ.
ગાયકવાડી રાજ્યમાં ધારાસભા એ નવે અને પહેલો જ પ્રસંગ છે, ને એક જૈન ગૃહસ્થ તરીકે આપશ્રી પહેલાજ તથા એકલાજ મેમ્બર તરીકે ફતેહમંદ થયેલા હોવાથી આપસાહેબને આ મળેલું માન તમામ જૈન કોમને મળ્યા સમાન સમજીએ છીએ.
“ આપ સાહેબની ધારાસભાના મેમ્બર તરીકેની નીમણુંક કરવામાં શ્રીમંત મહારાજ સાહેબે ઉંચામાં ઉંચું જે માન આપી શકાય તે આપને આપ્યું છે એમ અમો માનીએ છીએ. ને તેથી આ તકે શ્રીમંત મહારાજા સાહેબને તે માટે ઉપકાર માનવાની ખાસ અમે જરૂર જોઇએ છીએ.
છે કડી પ્રાંત મહાજન સભાના પ્રમુખ તરીકે આપ સાહેબે જે સ્વતંત્રતા બતાવી છે અને તેથી જે કીર્તિ મેળવી છે તે જોતાં ધારાસભામાં હાલને સમયે આપની નીમણુંક અમોને જરૂર આવકારદાયક થઈ પડશે. કારણકે અમે ખાત્રી ધરાવીએ છીએ કે અંત્યજ લેકોને લાયકી પ્રમાણે સરકારી હરેક ખાતામાં જ આપવા શ્રીમંત મહારાજા સાહેબને જે વિચાર છે તે બાબતમાં રૈયતના પ્રતિનિધી તરીકે અમારો અવાજ શ્રીમંતના કાને આપ જરૂર નાખશે ને તે વિચાર બંધ રખાવવા બને તો પ્રયત્ન કરશે.
“ આપ ગર્ભશ્રીમંત છતાંએ કેળવાયેલા છે ને વખતો વખત પિતાના જાતિભાઇઓનાં હિત કરવાના કામમાં ઉત્સાહ પૂર્વક ભાગ જો છો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com