________________
' ધાર્મિકવૃતિ આપના વડીલોએ અને આપે પણ ઉત્તમ રીતે ધારણ કરેલી છે. શ્રી શેત્રુંજયમાં છનાલય રચાવી, શ્રી પાલીતાણુમાં તથા પાટણમાં ધર્મશાળાઓ બંધાવી તથા ભારતની પવિત્ર યાત્રાઓનાં સંઘે કહાડીને અને અઠ્ઠાઈ મહેત્સ, સ્વામિવાસલ્યો, ઉજમણુઓ તથા અનેક ઉત્સવે કરીને આપે પરમપુણ્ય પ્રાપ્ત કર્યું છે. વળી એથી જૈનકોન્ફરન્સ તથા જ્ઞાનભનિધિ પ્રદર્શનના ભવ્ય સમારંભ કરી શહેરીઓને અપૂર્વ લાભ આપ્યો છેઃ આપની આ સર્વ સજ્જનતા જ નહિ પણ ધર્મ પ્રિયતા છે.
આપનું ઔદાર્ય પણ અમારા હદયમાં પરમ શાંતિ ઉત્પન્ન કરે છે. જેનબંધુઓ હસ્તક ચાલતી સંસ્થાઓ, પુસ્તકાલય, પાઠશાળાઓ, છાત્રાલય (બોર્ડીંગ) વગેરેનાં ફડમાં આપે સારી સારી રકમો ભરી છે, પાટણ પાંજરાપોળના ફંડમાં હમણાં જ આપે એક નાદર રકમ સાદર ભેટ કરી છે એટલું જ નહિ પણ સં ૧૯૫૬-૧૯૬૮ ના દુષ્કાળમાં આપે, ચલાવેલાં અન્નગૃહ અને સસ્તા અનાજની દુકાન તેમજ અન્ય સાર્વજનિક સંસ્થાઓમાં આપે દર્શાવેલી ઉદારતા સમસ્ત જનસમાજના હીતની આપની પ્રવૃતિ પ્રસિધ્ધ કરે છે. આપના પિતાશ્રીના યશસ્વી સ્મર્ણાર્થે કરેલા સમસ્ત નગરના પ્રીતિભેજનમાં પણ આપને એજ સિધ્ધાંત હતા અને તે માટે સર્વ શહેરીઓએ યાદગીરી અર્થે તે તિથિએ હમેશ માટે દર વર્ષે પાખી પાળવાનું ઠરાવી આપને મોટું માન આપેલું છે.
ભર્તુહરિના “નિઃસ્તુ નીતિ નિપુળાદ્રિ વાતુવન્તા :સમविशतिगच्छतिवा यथेष्टम् । अद्यैववा मरणमस्तु युगांतरेवा, न्यायाસ્વ:વિશ્વતિયંત ધીરાઃ છે એ લોક પ્રમાણે આપનામાં ન્યાય પરાયણતાને અમે સાક્ષાત અનુભવ કર્યો છે. સેંકડે વર્ષથી સાથે રહેતી, ઉંચા સિદ્ધાંત અને ઉંચા સદાચાર વાળી, એકજ શરીરના બે હાથ જેવી પાટણની (જૈન અને સ્માર્ત ) બે મહાન કેમેમાં ભાવિકાબલ્યથી જે વૈમનસ્ય થવા પામ્યું હતું અને તેનાં જે કહુફળ ચાખવાં પડત તેનું મુળ દુર કરવામાં આપે ન્યાયનિપુણતા દાખવીને ચારૂપ સંબંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com