________________
૩૩૧
વળી આ સભાના પણ શરૂથી મેમ્બર છે ને તેથી આપના જેવા સભાસદ અમારી સંસ્થા ધરાવે છે તે માટે અમે ખરા મગરૂર છીએ. . . “ છેવટે આપ સાહેબને જણાવવાની રજા લઈએ છીએ કે આપના હાથે બની શકતા તમામ ઇલાજે લઈ રૈયતમાં ઉભો થયેલો વસવસો દુર કરાવવા આપ આપનાથી બનતું કરી આપનું કુટુંબ કે જે હમેશાં સારાં કામ કર્યાને માટે જાણીતું છે હેમની શોભામાં એર વધારે કરશો ને શાસન દેવતા આપને કાર્યમાં ફતેહ આપે એવું માગી આપને ચુંટી કહાડવા માટે કડી પ્રાંતની ચુંટણી કરનારાઓને ઉપકાર માનવાની તક લઈએ છીએ.
“ અમારી સંસ્થાની માગણું કબુલ રાખી આજે આપે અને અમારી લાગણું બતાવવાની તક આપી અમારું માનપત્ર સ્વીકાર્યું તે માટે અમે આપના આભારી છીએ. - મીતી ફાગણ વદ ૫ રવી સંવત ૧૮૬૪.
(સહી). હેરૂભાઈ ડાહ્યાભાઈ વકીલ સેક્રેટરી શા. હાલાભાઈ મગનચંદ
દે લહેરચંદ પ્રમુખ
માનપત્ર.
મે. રા. રા. માનવંતા શ્રીયુત સ્વજ્ઞાતિ બધુ કોટાવાળા શેઠ
શ્રી કરમચંદ મેતીચંદના સુપુત્ર શેઠ પુનમચંદ કરમચંદ. “સુજ્ઞ અને માનવતા મહાશય
“ આપ પ્રત્યે અમે પાટણના વિશાશ્રીમાળી વણિક આપના સ્વજ્ઞાતિ બંધુઓ આપને માનપુર્વક જણાવવાની રજા લઈએ છીએ કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com