________________
૩૩૨ આપનું કુળદિપક કુટુંબ આપણી જ્ઞાતિમાં જે માન ભગવે છે. તે ખાતે અમને અતિશય આનંદ અને સંતોષ થાય છે.
“ધર્મનાં કાર્યોમાં સદા આપ આગળ પડતો ભાગ લ્યો . ધર્મકાર્યને ઉત્તેજન માટે મેટા મેટા યાત્રાના સંઘે કહાડી લગભગ સવા લાખ રૂપીઆ જેટલી મોટી રકમ ખર્ચા પાટણના જૈન બંધુઓને ધર્મને રસ્તે દેરવામાં મહાન કર્તવ્ય આપે કર્યા છે.
પાલીતાણું આપણું ધર્મનું મોટું સ્થાન છે, તેના ઉપર આપના વડીલોએ દહેરૂં બંધાવ્યું છે અને આપે ચાલીશ હજારનો ખર્ચ કરી યાત્રાળુઓના આશ્રયસ્થાનના સુખને માટે ધર્મશાળા બંધાવી ઉતમ કાર્ય કર્યું છે.
“ પાટણમાં થમણાની ધર્મશાળા પંચાસર પાસે ત્રીસ ચાળીશ હજાર રૂપીઆ ખર્ચ કરી બંધાવી અને આવતા યાત્રાળુઓને ઉત્તમ પ્રકારની સગવડ પણ કરી આપી છે જેથી પુણ્ય-કાર્યને મેટી મદદ થઈ છે.
છપ્પનના ભયંકર દુષ્કાળમાં અન્નગ્રહ કહાડી ઘણી લાંબી મુદત સુધી નીરાધાર લોકોને નિભાવ કરવામાં શુમારે વીશ પચીસ હજાર જેટલી મેટી રકમ ઉદાર દીલથી ખર્ચા જૈન ધર્મને જીવઉપર દયા રાખવી એ મુખ્ય મુદો ઉત્તમ પ્રકારે જાળવી જૈન બંધુઓ અને પાટણ શહેરને આપના આભાર નીચે મુક્યાં છે;
પાટણના જૈન ભંડારનાં પુસ્તકોને જીર્ણોદ્ધાર કરવામાં રૂપીઆ બે હજાર આપી વિદ્યા પ્રત્યેની પૂજ્ય લાગણું બતાવી આપી છે વગેરે અનેક યશસ્વી કા તરફ આપની ગૃહસ્થાઈ પ્રમાણે વત ગૃહસ્થોનાં ઉત્તમ લક્ષણ આપે બતાવ્યાં છે. જેના માટે અમે અંતઃકરણ પૂર્વક સંતોષ પ્રદર્શીત કરીએ છીએ.
આપણી ભાતભૂમિના કલ્યાણાર્થે અમદાવાદમાં ભરાયેલી નેશનલ કોંગ્રેસમાં પ્રતિનિધિઓને ઈવનીંગપાર્ટી આપી દેશની ઉત્તમ સેવા બજાવી આપણી જૈન કોમને ઓળખાવી છે, તેમજ મુંબઇ નગરીમાં જૈન કન્ફ રન્સ વખતે જૈન બંધુઓને આપેલા માનથી અને આપના પ્રયાસથી પાટણની શોભામાં વધારે થા છે જેને માટે અમે આપને અત્યંત આભાર માનીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com