________________
૩ ૩૭
ભાષા તરિકે ઘરમાંથી ગુજરાતીને તિલાંજલિ આપી અન્ય પ્રાંતિક ભાષાને ઘરમાં ઉપયોગ કરતા આપણા જોવામાં આવે છે અને ગુજરાતીમાં વાત કરતાં તેઓને વિટંબણું થઈ પડે છે. પરંતુ શેઠ કોટાવાળાએ ગુજરાતી પાઘડી અને ગુજરાતી ભાષા ગુજરાત બહાર પણ જાળવી રાખ્યાં છે, એ કંઈ ગુજરાતનું ઓછું અભિમાન નથી. વળી ગુજરાતી લેખક તરફ પણ તેઓ સાચા હૃદયને પ્યાર ધરાવે છે અને સન્માન કરે છે. એક શહેરી તરીકે પણ તેઓ પાટણની સઘળી પ્રવૃત્તિઓમાં દ્રવ્યનો અને સમયને વારંવાર ભોગ આપે છે. બાલાભાઈ કલબના તેઓ રૂા. ૧૦૦૦) આપી પેટન થયેલા છે તેમજ “જૈનધર્મ પ્રસારક-સભા”-ભાવનગર, આત્માનંદ સભા-ભાવનગર, શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સભા-પાટણ વગેરે સંસ્થાઓના લાઇફ મેમ્બર છે તથા ઘણું સંસ્થાઓને તેઓ મદદ કરતા રહ્યા છે. આ
* તથા પાટણ જૈન મંડળમાં રૂ. ૧૦૦૧ આપી તેઓ પેટન થયા છે, ઉપરાંત શ્રી પાટણ જૈનમંડળ બેડગ હાઉસના સ્થાયિ ફંડમાં રૂ. ૩૫૦૧) ની સૌથી મોટી રકમ ભરી છે. વળી પાટણના પાંજરાપોળના ફંડમા પણ રૂ. ૧૨૧૦૧) ની રકમ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલાએ ભરી છે.
સમાપ્ત
Sઝર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com