________________
૩૨૬ * * નેશનલ કોંગ્રેસના ડેલીગેટેને ઇવનિંગ પાર્ટી.
. સ૧૮૦૩ (સં. ૧૮૫૮) માં અમદાવાદ શહેરમાં ભરાયેલી નેશનલ કોંગ્રેસના ડેલિગેટોને પણ તેઓએ ભારે ધામધુમથી ઇવનીંગ પાર્ટી આપી હતી. લોક સેવા, મહાજન સેવા અને ધર્મની સેવાની સાથે તેઓ રાષ્ટ્ર સેવાને પણ ભુલ્યા નથી; અને આ તેનું દ્રષ્ટાંત છે. પોતાની પવિત્ર ભૂમિ પાટણ નગરીને આગળ પડવાને તેઓએ યશસ્વી પ્રયને કર્યા છે અને કરે છે.
વડોદરા નરેશ શ્રીમંત મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડને
ડીનરપાટી.
ઈ. સ. ૧૮૧૫ ના જાનેવારી મહીનાની ૨૧ મી તારીખે વડોદરા નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને મોટી ધામધુમથી તેઓ સાહેબે ડિનર પાર્ટી આપી હતી. બગવાડા દરવાજા બહારના પિતાના બંગલાને અને બાગને તે વખતે અનેક રીતે તેમણે શણગારવામાં અને શ્રીમંત મહારાજા સાહેબ માટે ભોજન વ્યવસ્થા કરવામાં હજારો રૂપીઆને ખર્ચ કીધો હતે. હજારો દિપકોથી પ્રકાશીત પિતાના ઉધાનમાં સ્થળે સ્થળે મનમેહક અને આકર્ષક વસ્તુઓ ગોઠવી હતી. શામીયાના ઉભા કર્યા હતા. શ્રીમંતની સાથે શહેરના આગેવાનો અને અમલદારોને પણ નોતર્યા હતા તેમજ પાર્ટીની સાથે સંગીતની, જાદુના ખેલોની, આતસબાજી અને એવી ઘણી ગોઠવણ કરવામાં આવી હતી. શ્રીમંત મહારાજા સાહેબ પણ પોતાના રાજવી પોશાકમાં સજ્જ થઈ સ્મીત વદને શેઠના સદને પધાર્યા હતા અને શ્રીમત સ્વારીનો ઠાઠ તથા કોટાવાળા શેઠની રોશની વગેરે જોવાને હજારે ભાણસોની ઠઠ બંગલાની ચારે બાજુએ જામી ગઈ હતી. પ્રેમના ભૂખ્યા ભુપાળે રાજભક્તિથી અને અમીરીથી છલકાતા શેઠ પુનમચંદજીને ત્યાં લગભગ બે કલાક આનંદમાં વ્યતિત ર્યા હતા અને પાનસેપારી આદિ સર્વ પ્રકારે સત્કાર સુવર્ણાસન પર વિરાજી શ્રીમતે સ્વિકાર્યા પછી શેઠસાહેબે ગદગદીતકંઠે શ્રી. મહારાજા સાહેબને ઉપકાર પ્રદર્શીત કરતાં લાગણી ભર્યા શબ્દોમાં રાજભક્તિ ઉતારી હતી. ગુર્જરેશ્વરે પણ ગુજરાતની પ્રાચીન પાટનગરી પાટણને આંગણે આવું ઉત્તમ આતિથ્ય કરવા માટે પ્રેમ ભર્યા શબદથી શેઠને ધન્યવાદ આપ્યા હતા. અને શેઠજીના શબદોને સાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com