________________
૩૨૫
પાળ્યા કરશે. હાવો બનાવ કઈવખતે બનેલ નથી ને તમે પહેલ વહેલું આ એક મેટું ટાણું કરવાથી આ પ્રમાણે કરવામાં આવ્યું છે તે જાણવું તા. જુન. સ. ૧૯૦૮ મીતી જેઠ વદી ૧૧ આજથી પાખી પાળી અમલ શરૂ. (સહી)
(સહી) સાખ ચુનીલાલ મગનલા
શેઠ પોપટલાલ હેમચંદ સહી દ: પિતાના,
સહી દ: ખુદ વિશનવના શેઠ,
નગરશેઠ. દુષ્કાળમાં અન્નગ્રહ અને ગુપ્તદાને. (સંવત ૧૮૫૬) છપ્પનના દુષ્કાળ વખતે તેમણે હજારો દુઃખી અને ભૂખ્યાં પીડિત ગરીબ જનેને અન્નગૃહ ખોલી આશ્રય આપ્યો હતો તેમજ સં. ૧૮૬૭ ને દુષ્કાળ વખતે પણ તેમણે કડી પ્રાંત સુબા મે. . રા. ખાસરાવ જાધવ સાહેબના હસ્તે ખુલ્લું મુકવાની ક્રિયા કરાવી અન્નગ્રહ ખુલ્લું મુકી ગરીબોને આશ્રય આપ્યો હતો. જેનોને મદદ આપવા માટે એક પેટીમાં છુપી અરજીઓ લેવામાં આવતી અને અન્નગૃહમાં ડે. કોઠારીને નીમી દવાઓ અને આરોગ્યની સઘળી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સંવત ૧૮૬૧ માં પણ સસ્તું અનાજ ખોટ ખાઈને બે પૈસે શેર કે જે વખતે ભાવ ઘણું ઉંચા હતા. વેચવાની ધર્માદા દુકાન ઉઘાડીને ગરીબોને મદદ કરી હતી. દરેક દુષ્કાળામાં ગરીબોને આ પ્રકારે મદદ કરવા ઉપરાંત મધ્યમવર્ગનાં આબરૂદાર પણ અંદરખાનેથી દુઃખી કુટુંબને ગુપ્તદાન આપીને દયાળ હાથ ગરીબોની સહાય માટે ખુલ્લો રાખ્યો હતે. હજારો રૂપીઆની દેણગી તેમણે આવા પરોપકારોમાં કરી છે અને એમના ઔદાર્ય તથા દયાને માટે ગરીબ વર્ગ તેમના તરફ પિતા જેવી પૂજ્ય લાગણી ધરાવે છે.
સવબહાદુરની પકિ. આવાં આવાં પારમાર્થિક કાર્યોની અને જનસેવાની કદર કરીને શ્રીમંત વડેદરા નરેશે તેઓને “રાવબહાદુરની પદિ” અર્પણ કરેલી “છે. (તે વખતે દેશી રાજકર્તાઓને “સવબહાદુર” ની પદ્ધિ આપવાને પ્રતિબંધ ન હતો).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com