________________
૨૩
ધારા સભાના મેમ્બર તરીકે. ઈ. સ. ૧૮૭ માં તેઓ કડી પ્રાંતમાં લોકમતની તેઓની તરફની અધિકતાને લીધે વડોદરા રાજ્યની ધારાસભામાં મેમ્બર ( લેખસલેટીવ સીલર)તરીકે ચુંટાયા હતા અને ધારાસભામાં પણ દરેક મીટીંગોમાં લાભ લઈ પ્રજાને અવાજ વારંવાર પિતાના હીંમતભર્યા સવાલમાં રજુ કર્યો હતો. અંત્યજોને કરી આપવાની બાબતમાં, ઇન્કમટેક્ષની હદ રૂ. ૧૦૦૦) ની આવકની ઉપર લઈ જવાની બાબતમાં અને બીજા ઘણા અગત્યની પ્રજાકીય સવાલે તેમણે સચોટ દલીલ સહીત ધારાસભામાં મુકાયા હતા.
પિતૃભક્તિ અને નગર ભેજન શ્રીમાન શેઠ પુનમચંદજી જેમ બીજી બધી બાબતમાં આગળ વધેલા છે તેમ એક પિતૃભક્ત પુત્ર તરીકે પણ તેમનું એક મહદ્દકાર્ય ભુલી જવું જોઇતું નથી, સં. ૧૮૬૫ (ઈ. સ. ૧૯૦૮) માં તેઓએ પોતાના પિતા શ્રીમાન શેઠ કરમચંદજીની પાછળ આખા પાટણ શહેરને એક જ દીવસે ( જેઠ સુદી ૬ ના રોજ ) પ્રીતીભજન આપ્યું હતું. લગભગ એક લાખ માણસોને અને તે પણ ભિન્નભિન્ન જ્ઞાતિઓમાં વિભક્ત થયેલા નગરને એક જ દીવસે ભેજન આપવું એ કાંઈ સાધારણ કાર્ય ન હતું. મહીનાઓથી તેની તૈયારીઓ અને વાણોતરની દોડધામ ચાલી રહી હતી ભાગરજતી વણીકાદી જ્ઞાતિઓ માટે શીરાની, દાળ, ચણા, ભાત વગેરેની ટાંકીઓ ભરવામાં આવી હતી અને ઈતર જ્ઞાતિઓને પોતપોતાની અનુકુળતા પ્રમાણે શહેરમાં અને શહેર બહાર ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આવો અપુર્વ દ્રષ્ય જોવાને આસપાસનાં ગામનાં હજારો લોકોનાં ટોળાંઓ પાટણમાં આવ્યાં હતાં અને ભરચક વસ્તીથી ઉભરાતા પાટણના રસ્તાઓ કુમારપાળના સમયની પ્રજાની આબાદી-વસ્તીનો ખ્યાલ આપતા હતા. પાટણને દ્રષ્ય તે વખતે ઘણે અદ્દભુત અને આકર્ધક બન્યો હતે. બહારગામથી આવેલાં હજારે મનુષ્યને પણ આમંત્રણ કરી રોકી રાખવામાં આવ્યાં હતાં અને આ પુણ્યશાળી પુરૂષના અન્નને સ્વીકાર સર્વ ખુશીથી કરતાં હતાં. વળી આ પ્રસંગે અરૂાઈ મહેસવ પણ કરવામાં આવ્યો હતો અને પોતાના નિવાસસ્થાનને અનેક શણગારે અને રોશનીથી પરમ રમણીય બનાવવામાં આવ્યું હતુ. જૈનધર્મના સિદ્ધાન્ત પ્રમાણે સર્વ મનુષ્યો પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com