________________
૨૬
છે કે તેમના જીવનમાં એક પછી એક પક્ષાપક્ષના યુદ્ધ ન હોય તે તે દિ રાત્રીમાં તેમને નિવૃત્તિએ નિદ્રા આવતી હશે કે કેમ? તે તેઓ જાણે. પરંતુ આવા પ્રસંગો શોધી રજમાંથી ગજ કરવા અને તે રીતે જઘડાએ વધારતા રહી તે માર્ગે કોમને હજારોના ખર્ચમાં ઉતારી સંતોષ માનવાનું વ્યસન હવે ઓછું થાય તે લાભપ્રદ છે અને તેજ ઉદેશથી અમે આવા. ચર્ચાપત્રોને મુલતવી રાખી ઇચ્છીશું કે આવા વાંધાઓના વિચારપૂર્વક અંત લાવવા અને ન્યાયબુદ્ધિથી હિતાહિત તપાસીને ભલામણ કરતે આપણા ભાઈઓ શીખશે.
પરિશિષ્ટ ૧૧. સાંજ વર્તમાન તા. ૨૦-૩-૧૭
ચારૂપ કેસના ચુકાદે અને ધર્મગુરૂઓ.
"સાંજ વર્તમાનના અધીપતી જગ – સાહેબ,
વી. વી. મહેરબાની કરીને નીચલું ચર્ચાપત્ર આપના કપ્રીય પત્રમાં પ્રગટ કરી ખરી વાત જાહેરમાં મુકવાની આ પ્રવૃત્તીને સ્થાન આપશોજી.
“ચારૂપના મહાદેવ સંબંધી પાટણના જૈને અને સનાતનીઓ વચ્ચે મોટે ઝઘડો કોરટમાં ચાલતા હતા, અને હજારો રૂપીયાની બરબાદી બને કોમોની થતી હતી, તે અટકાવવાને બન્ને કોમના દીર્ઘદર્શ આગેવાનોએ લવાદ નીમી તેને અંત લાવવાનું વિચારી પાટણના પ્રતીકીત ગૃહસ્થ શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને તે કામ ઑપ્યું. તેમણે નીષપક્ષપાત ચુકાદે આવે, અને તદનુસાર વડોદરા રાજ્યના મે. સરસુબા સાહેબના હાથે ત્યાં નવીન શીવાલય પાસે પણ નખાયે.
શ્રીમાન શેઠ કોટાવાળા એક ચુસ્ત જૈન છે અને જૈન ધર્મની તેમણે ઘણું સેવાઓ બજાવી છે તથા જાહેર સેવાઓમાં પણ તેઓ સારે ભાગ લેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com