________________
૨૨૨
આવે છે જેને પાસે હવે પહેલાં જેટલો પૈસો રહ્યા નથી. હકીકતમાં જૈનસમાજ તે શું પણ આખો ભારતવર્ષ ઘણે નિધન થઈ ગયો છે, તવાઈ ગયે છે, એની દેખાતી છુટીછવાઈ શોભા એ બીજુ કાંઈ નહિ પણુ Hectic red એટલે તાવની (અને નહિ કે તન્દુરસ્તીની ) લાલી છે. તે પણ જેને જ્યારે લડવાનો પ્રસંગ મળે છે ત્યારે તેઓ પૈસે ઉડાડવામાં બાકી રાખતા નથી. ધર્મના બહાને લોકોને ઉશ્કેરીને નાણું એકઠાં કરી છૂટે હાથે ઉડાડે છે અગર કોઈ પ્રસંગે કરજ પણ કરે છે. આ ચોખી પડતીની નિશાની છે. જ્યાં સુધી એક દેશમાં કે એક કોમમાં આવી વૃતિ કાયમ છે ત્યાં સુધી તે દેશ કે તે કોમ ગરીબાઈને જ લાયક-દુઃખને જ લાયક-પરતંત્રતા અને પીડાને જ લાયક છે. બહારનાં કારણે કરત. કારણે કઈ વૃત્તિઓનાં અમુક પરિણામો છે તે જોવાની બુદ્ધિશાળીઓએ હમેશ દરકાર કરવી જોઈએ છે.
ગાયકવાડ તાબાના ચારૂપ ગામમાં જન અને અન્ય હિંદુઓ વચ્ચે તકરાર ઉભી થતાં બબ્બે કોર્ટે આથયા પછી બન્ને પક્ષના સુરોને લવાદ પર જવાની જરૂર જણાઇ બનેની સમ્મતિથી શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ નીમવામાં આવ્યા. તેઓ એક જન હોવા છતાં તેમની પ્રમાણિકતામાં બન્ને પક્ષને એટલે વિશ્વાસ હતો કે જે કેસમાં જૈન ધર્મનું લાગતું વળગતું હતું તે કેસ પણ હેમની લવાદી પર નિડરતાથી મુકવામાં આવ્યા. ચુકાદો અપા. જૈનો તેમજ જનેતાએ એ ચુકાદાથી સતિષ બતાવ્યો. પણ પાછળથી બુઝાયલી આગને તણખો ભભુક્યો અને એ ચુકાદા હામે મહેરી ગર્જનાઓ થવા લાગી. આ વાંચનારને સ્વાભાવિક રીતે એમજ લાગે કે એ ગર્જના જૈનેતરો તરફથી થઈ હશે; પણ ખુબી તે એ છે કે જેન લવાદ વિરૂદ્ધ ગર્જનાઓ ખુદ જન તરફથીજ થઈ ! જૈનોની મુખને છેડજ જોવામાં આવતો નથી. આખી દુનીયાના માલેક જાણે કે પિતજ હય, જે પણ હેમનાજ (જૈનોનાજ ) ચુંટાયેલા હોવા જોઈએ, એટલું જ નહિ પણ જનોના માનવા પ્રમાણે જ જજમેન્ટ હેમણે આપવું જોઈએ એવું જૈને ભાગતા હોય, એમ આ દુરાગ્રહી પિકારે દુનીયાને દેખાડી આપ્યું છે. મને લાગે છે કે હવે નામદાર સરકારે કોર્ટે બંધ કરવી જોઈએ છે, અને જેનેજ ઇનસાફ ત્રાજવું સોંપી દેવું જોઈએ છે; કુદરતે પણ પોતાના કાનુન રદ કરીને તેને વિશ્વસત્તા સેપવી જોઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com