________________
૨૫૩
આરેપીએ અવારનવાર દર્શન માટે ચારૂપ આવતા એવુ ચોકીયાતની જુબાની ઉપરથી માલુમ પડે છે તેથી તેમના નામ ફર્યાદમાં જણાવ્યા છે એવુ અનુમાન દેરી શકાય છે. મુળ કર્યાદમાં નંબર ૨-૩-૪ ના વિવાદીએના બાપના નામ લખ્યા નથી એ પણ વિચારમાં લેવા લાયક છે. ટુંકમાં ઉપરના સાક્ષીદારાના કહેવા ઉપર અમે વિશ્વાસ રાખી શકતા નથી.
૧૦ બચાવ તરફે આ બનાવના સબંધમાં ની ૧૫૬ ના ચંદુલાલ નાહાલચંદની જુબાની થઇ છે તેણે આપેલા હેવાલ અમેને એક દરીમાં ખરા. અને વિશ્વાસપાત્ર લાગે છે. તેનુ કહેવું એવુ છે કે હું ભાદરવા સુદ ૧૩ ના રાજ ચારૂપમાં ગયેા હતેા બીજે દહાડે ન, ૧ ને વિવાદી ત્યાં આવ્યેા ચાદશની રાત્રે તેને મેં કહ્યું કે પબાસન ઉપર કીડીએ નીકળે છે અને પાણી ભરાય છે તેથી દુરસ્તી કરવાની જરૂર છે. ત્યારે તેણે કારીગર હાજર છે તેની પાસે કરાવી લેવાનુ કહ્યું. બપોરની ગાડીમાં ન ૧ તે વાડીલાલ પાટણની ગાડીમાં ગયા તે પછી અર્ધી પાણી કલાકે એટલે સુમારે ૩-૩ વાગે પીતાંબર સલાટને હું મદીરની અંદર લઇ ગયા અને ગણપતી પાતી મહાદેવ હતા તે જગ્યા બતાવી તે ઉખેડી ત્યાં આરસના પથર બેસાડવા કહ્યું અને પછી મુર્તિ એ હતી ત્યાંને ત્યાં પાછી બેસાડવા કહ્યું તે પ્રમાણે કારીગર કામ કરવા લાગ્યા, પછી હુ નાયતા ગામે કામ પ્રસંગે ગયા અને ત્યાંથી સાંજે પાછા આવતાં પાટીઉં ચાઢેલું જણાયું નિહ પણુ મુતિએ ઉખડેલી હતી તેનુ કારણ પીતાંબરને પુછતાં પાટીઉ ટુંકું પડયું. તેથી બેસાડયું નહિ એવા તેણે જવાબ આપ્યા પછી ખીજે દહાડે હું પાટણ આવ્યો મારી સાથે પીતાંબર પશુ આવ્યા. ચંદુલાલ ન્યાલચંદની હકીકતને ની. ૧૭૨ ના સાક્ષીદાર ભાદચંદ ઉતમચંદની જુબાનીથી પુષ્ટી મળે છે . પીતાંબરને કે અબદુલરહેમાનને ચંદુલાલ ન્યાલચ ંદે મુર્તીએ ઉખેડી પાટીઉં મેસાડવા કહેવા સબધે પ્રશ્ન પુછવામાં આવ્યા નથી તેથી તેએ પાછળથી ઉભા કરેલા સાક્ષી છે અને ચદુલાલ ન્યાલચંદ આરેપીમાં ન હાવાથી ગુન્હાની જવાબદારી પેાતાને માથે વ્હારી લે છે તેમજ ચંદુલાલે સદરહુ ગુન્હા કર્યાં હાત તેા તેનું નામ ફરીયાદમાં જણાવવામાં આવત એવી સરકારી વકીલ તર્ફે તકરાર કરવામાં આવે છે તથાપી તેમાં વિશેષ વજુદ હોય એમ અમેને લાગતુ નથી પીતાંબરને તે બાબત પ્રશ્ન કરવામાં ન આવ્યા તેટલાજ ઉપરથી તેની હકીકત ખાટી છે એ માનવું સયુકતીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com