________________
૩૧૨
ણના છત્ર નીચે જે જે વિશાળ પ્રાંતએ સુખ અને સમૃદ્ધિ તથા ધર્મ અને ફરજને પુષ્કળ લાભ લીઘો છે તે સર્વ પ્રાંતો આ મોભાદાર અને જુના ખાનદાન-કુટુંબને માટે મોટું ભાન ધરાવે છે અને ભવિષ્યના પાટણનો ઈતિહાસ “કોટાવાળા” ના ખાનદાનથી છુટો પડી શકતો નથી.
જન્મ અને આપત્તિમાં પય પ્રભાવ વિક્રમ સંવત ૧૯૩૦ ના જેઠ સુદ ૧૧ ના દિવસે આ શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાનો જન્મ થયો હતો અને જન્મ પછી છ3 જ દીવસે તેમનાં માતુશ્રી ચંદનબાઈનો દેહવિલય થયો હતો. હજુ માતુશ્રીનું ધાવણ રગેરગોમાં પ્રસરે તે પહેલાં જ જે બાળક માતા વિનાનું થઈ પડે તેનાં કષ્ટની સીમાજ શી ? પણ પૂણ્યશાળી અને સંસ્કારી બાળકોની પરિક્ષા પારણામાં જ થયા વિના રહેતી નથી “ પુત્રનાં લક્ષણ પારણે, એ ગુજરાતી કહેવત આ વાતની સાક્ષી પુરે છે અને શેઠ પૂનમચંદના જીવનના છઠ્ઠા જ દીવસે તેમનાં પૂર્વનાં પૂણ્ય અને સંસ્કારોએ એક અદભૂત ઘટના બની છે કે જે વાંચતાં વાંચનારને આનંદ અને આશ્ચર્ય થયા વિના રહેશે નહિ. શેઠ પુનમચંદના પિતા શેઠ કરમચંદ કટોવાળા ઘણા ધાર્મિક અને નીતિજ્ઞ પુરૂષ હતા પરંતુ કેટલાંક કારણોને લઈ દ્વિતિય લગ્ન કરવું પડયું હતું, આમ છતાં બન્ને સંપત્નિઓ વચ્ચે સગી બહેને જેવો સ્નેહ હતું અને ચંદનબાઇના મૃત્યુ સમયે આ બાળક કુદતી રીતે જ તેમનાં અપરમાતા ઝરમરબાઈના ખોળામાં સોંપાયું. અત્યંત મમતા અને વાત્સલ્યથી પિતાનો જ પુત્ર હોય તેમ લાગણીથી ઝરમરબાઈએ એને ઉછેર્તાની અંતઃકરણની ઈચ્છા ધારણ કરતાં જ અપરમાતાના સ્તાનમાં પૂર્વના પૂોએ ધાવણનો સંચાર કર્યો અને આ પવિત્ર વિચારો અને ઉચ્ચ કલિન સંસ્કારવાળાં અપરમાતાએ શેઠ પુનમચંદને પુર્ણિમાના ચંદ્ર સમાન શાંત, તેજસ્વિ અને પરોપકારી બનાવ્યા. આજે એ માતા આ જગતુમાં હસ્તીમાં નથી પણ પુત્ર વાત્સલ્યને એક અદ્દભૂત સિદ્ધાંત તેમને યશનું ગાન કરી રહ્યા છે. દિહી દરબારને લગતા એક પુસ્તકમાં તેમનો પરિચય.
શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને પરિચય કરાવતાં “ધી ઈપીરીયલ કોનેશન દરબાર—દીલ્હી (ઈ. સ. ૧૮૧૧) ના પ્રથમ વોલ્યુમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com