________________
૩૧૯
બજાવવામાં તત્પર અને તેજ કાર્ય માટે પધારેલા પ્રતિનિધિ સાહેબોએ ૪ + + x x x બંગાળ, પંજાબ, મારવાડ, દક્ષિણ, કચ્છ, ગુજરાત આદિ પ્રથમ પ્રથક પ્રદેશમાંથી પધારી પાટણપુરને દીપાવ્યું છે * * * * * x તે માટે અમારા પાટણના સકળ સંઘ તરફથી આપને સહવિનય, સપ્રેમ, સહૃદય, આવકાર આપું છું.
x x x + x x - “બંધુઓ ! આ પાટણપુર જેની પુરાણું ખ્યાતિ એટલી બધી છે કે તેને મુકાબલો હાલનું પ્રથમ પંક્તિ ધરાવતું નગર પણ કરી ન શકે છતાં કાળક્રમે કરી તેના અભ્યદય, વૈભવ, અને આબાદાનીને અસ્ત થયો છે અને હાલ આપ સાહેબના સન્માનાર્થે ગ્ય સામગ્રી પણ ધરાવી શકતું નથી. X + x x x +
અમદાવાદ, સુરત આદિ રમણિય તથા વ્યાપાર ધંધાની રીદ્ધિથી ભરપુર શહેરના મુકાબલે પાટણનગર હાલ આવી શકે નહીં, પરંતુ તેને પ્રાચિન ઇતિહાસ તેને આવા મંડપોને માટે સર્વરીતે લાયક બનાવે છે. આજ પાટણ શહેર પ્રાચિનકાળમાં, ગુર્જરભૂમિનું અલંકાર હતું, સર્વ શહેરોમાં શ્રેષ્ઠ હતું. તેને વૈભવ, તેની સમૃદ્ધિ, તેને ઉદ્યોગ, તથા કળાકેશલ્યતા સર્વેને અજાયબ પમાડે તેવાં હતાં. પ્રાચિન પાટણનું વર્ણન વાંચતાં અને આજનું પાટણ નજરે જોતાં કોના મનને ક્ષોભ નથી થતું? જે પાટણપુરને બાવન બજાર ને ચોર્યાશી ચાટાં હતાં, જેમાં હાથીઓ સેનાની અંબાડિ સાથે સજજ થતા, જેમાં દેશ પરદેશના ગૃહસ્થ વ્યાપાર અર્થે આવતા, જેમાં એક વખતે કરોડો રૂપીયાની સખાવત કરનાર ગૃહસ્થ બીરાજતા હતા, જેમાં રાજાઓ રાજમહેલ કરી રહેતા હતા, તે પાટણ શહેર આ જ એમ બોલતાં શક નથી થતો ! પાટણ શહેરના જનની કેવી જાહોજલાલી હતી, તેમાં કેવાં જેનરો થઈ ગયાં છે + x + x પાટણના મહાન આચાર્યોએ, મહાન રાજાઓએ, અને આપણું પૂર્વજોએ જે કાંઇ કર્યું છે તેના ફક્ત ડા દાખલા આપ સાહેબ સામે રજુ કરવા લલચાઉં છું.
પ્રથમ શીલગુણસુરી આચાર્યો આ પાટણ નગરના વસાવનાર મહારાજ વનરાજને જૈન રીલીના ખરા રસ્તા બતાવી શ્રી પાર્શ્વનાથ સ્વામિના દેવાલયને પ્રતિષ્ઠા મહોત્સવ કરી શ્રી પંચાસરા પાર્શ્વનાથ નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com