________________
૩૧૩
તેના પ્રકાશક મેશર્સ ખાડીયા બ્રધર્સ આ પ્રમાણે લખે છે -(પર બીજામાં આવેલો છે માટે અત્રે આપ્યો નથી જુવો ૫રિ. ૨)
કેટા. સંવત ૧૭૦૦ માં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો હતો તે વખતે શેઠ પુનમચંદજીના પૂર્વજોએ ધંધારોજગારને ખીલવવાને અને દિનપ્રતિદિન પડતીમાં આવતા પાટણ શહેરને ધડ આપવાને પરદેશ–પ્રયાણ કર્યું. શેઠ પાનાચંદજી અને ઉત્તમચંદજી બન્ને ભાઈઓએ ઉત્તરહીંદમાંજ કોટા શહેર વ્યાપાર માટે પસંદ કર્યું અને પાટણ નિવાસી શા. નાથુરામ વખતરામના ભાગમાં કાપડની દુકાન ત્યાં પોલી; અને ત્યાર પછી પેઢી ઉતાર લગભગ સવા વરસો પયંત તે દુકાન સહીયારી ચાલ્યા પછી સં. ૧૮૨૨ માં ભાગથી છુટા થઈને શેઠ ઉતમચંદજીના પુત્ર શેઠ મોતીચંદછએ “ પાનાચંદ ઉત્તમચંદજી” ના નામથી કાપડની સ્વતંત્ર દુકાન શરૂ કરી અને પુરૂષાર્થ તથા પુણ્યના ઉદયથી દિનપ્રતિદિન યશ અને લક્ષ્મિની સંવૃદ્ધિ થવા લાગી.
શેઠ મોતીચંદ કટાવાળાનાં ત્રીજા પત્નિ શ્રીમતી ભાગ્યવંતબાઈને સં. ૧૮૭૮ માં બે પુત્ર થયાઃ ૧ ભવાનીલાલજી અને ૨, કરમચંદજી. પુત્રોને બાલ્યાવસ્થામાં મુકીને જ શેઠ મોતીચંદજી પંચત્વ પામ્યા હતા પરંતુ ભાગ્યવંતબાઈ ખરેખર ભાગ્યવંત જ હતાં અને પોતાની બાહોશીથી દુકાનને સર્વ વહીવટ તેમણે મુનીમ હસ્તક ઉમંગથી સંભાળ્યો. બને પુત્રોને પિતાની કુશળતાના સંસ્કારો જન્મથી જ આપ્યા અને વ્યાપારિક દક્ષતા પણ શીખવી. ઉમરલાયક થતાં બન્ને ભાઈઓ છુટા પડ્યા અને શેઠ કરમચંદ કોટાવાળા કે જેઓ શેઠ પુનમચંદ કોટાવાળાના પિતા થાય તેમણે ઉત્તરહીંદમાંથી ગુજરાતમાં વ્યાપારિક દ્રષ્ટિ દેડાવી. શેઠ કરમચંદજીએ અમદાવાદમાં મીલ મોરગેજ રાખી લઈ પિતાનો વ્યાપાર વધાર્યો અને પ્રમાદની રાત્રીમાંથી ગુજરાત જ્યારે જાણ્યું ત્યારે ઉદ્યોગના બાલસ પ્રતાપી કીણેથી ગુજરાતના શેઠીઆઓ પર જે પ્રકાશ ફેંક્યો હતો તેનાથી શેઠ કરમચંદજી પણ તેજસ્વી અને યશસ્વી સ્મિત કરી રહ્યા હતા. પ્રારબ્ધ અને પુરૂષાર્થ તથા હીંમત અને ડહાપણુ ભરેલા સાહસથી તેઓ આગળ પડતા વ્યાપારિ ગણતા હતા અને આજે તેમનું કુટુંબ જે માન મરતબો ભોગવે છે તે એ દેવિ સગુણોથી પ્રાપ્ત થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com