________________
૩૧૪
શેઠ કરમચંદજી કટાવાળા. શેઠ કરમચંદજી કટાવાળા ફકત સમૃદ્ધિ અને સામર્થ્યની વૃદ્ધિ કરીનેજ અટક્યા ન હતા પણ ઘણું ધાર્મિક કાર્યો અને પરમાથે તેમના હાથે થયાં છે અને લારૂપીઆને સદુપગ દાનપૂણ્યમાં તેમણે કર્યો છે. તેમના વખતમાં તે રેલ્વેની પણ આટલી બધી સગવડ ન હતી અને છતાં પણ ઘણી દુર દુરની જૈન તિર્થોની વારંવાર યાત્રાઓ તેઓએ કરી હતી અને શ્રી સંઘને પણ કરાવી હતી. તારંગાઇ, કેશરીયાજી, કુંભારીયાજી, અમદાવાદ, પાવાગઢ, ઘણોરાવ, શેત્રુજ્યજી, અને ગીરનારજીના તેઓએ કહાડ્યા હતા અને લગભગ એક લાખ રૂપીઆ તેમાં તેમણે ખર્યા હતા. પાલીતાણુના ડુંગરપર તેમણે દેરાસર પણ બનાવ્યું છે અને ધર્મ શાળા જૈન યાત્રાળુઓની સગવડ અર્થે બંધાવી છે. પાટણમાં પણ તેઓએ ઘર દેરાસર બનાવેલું છે તેમજ ઉજમણાઓ, સ્વામિવાત્સલ્ય અને નકારશીઓ ક્યાં છે. પાટણમાં પંચાસરાની પાસે શ્રીથમણજીની ધર્મશાળા પણ લગભગ વીસ હજારના ખર્ચે બંધાવી છે અને જુદી જુદી ટીપમાં પણ હજારે રૂપીઆ તેઓએ આપ્યા છે.
શેઠ પુનમચંદ કટાવાળા. શેઠ પુનમચંદજીને પણ જન્મથી જ ઉત્તમ સંસ્કારે પડ્યા હતા. શેઠ પુનમચંદ પોતાની ત્રીશ વર્ષની વય પર્યત પોતાની મુખ્ય દુકાન કોટામાં હોવાથી કોટામાં રહ્યા હતા. સં. ૧૮૫૦ માં તેઓએ હૈદ્રાબાદ તરફ પહેલી જ મુસાફરી કરી અને ત્યાર પછી પોતાના પિતાની સાથે સાથે વ્યાપારનો કાર્યભાર ઉપાડો શરૂ કર્યો. અને અફીણના, ઝવેરાતના તથા સમય ઓળખી અનેક વ્યાપાર દ્વારા તેમણે પણ પિતાની સમૃદ્ધિમાં ઘણી જ સંવૃદ્ધિ કરી એટલું જ નહિ પણ પરોપકારનાં અને ધર્મનાં કાર્યોમાં પિતાના પગલે ચાલી ઔદાર્ય દર્શાવી મેટી સખાવતો અને દાન કરવા ઉપરાંત પ્રજાની સામાજીક સેવા બજાવવાના નવિન ક્ષેત્રમાં પણ તેમણે વિરહાક કરી અને ઘણે યશ સંપાદન કર્યો. ધામક જુના વિચારો અને રાષ્ટ્રિય નવિન વિચારોનું ઉમદા સંમીલન થઈ તેમના આત્મા ઉપર પ્રકાશ ફેંકવા લાગ્યું અને કર્તવ્યના વિસ્તૃત ક્ષેત્રમાં થાક્યા વિના ઉત્સાહથી પ્રવૃત્તિ કરવા માંડીઃ આજ ભારતવર્ષમાં કેળવાયેલી પ્રજા તેઓને સારી રીતે ઓળખે છે અને તેમના નામ પર ગુજરાતની પ્રજા હોગાર કહાડે છે એ તે અશ્રાંત કર્તવ્ય પરાયણતાનું જ પરિણામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com