________________
..२६४
તહેમત. ફે ની. ૫ ની કલમ ૨૫૬-૫૦૨ મુજબ.
ગુન્હાને પ્રકાર હકીક્ત એવી છે કે –મજે ચારૂ૫ તાબે પાટણ ગામમાં સામળાજીના દહેરામાં સામળાજીની મુરતીની જમણી બાજુએ મહાદેવ પાર્વતી ને ગણપતીની મુરતીઓ સ્થાપીત છતાં તા ૨૩-૪-૧૫ ના રોજ આરોપીઓએ ઉખેડી નાખવા નં. ૩ ના સાક્ષી સલાટ પીતાંબર જુમખરામ પાસેથી ટાંકણું હથોડા લઈ નં. ૨-૩-૪ ના આરોપીઓ મદદમાં બારણું - પાસે ઉભા રહી નં. ૧-૫ ના આરોપીઓએ ઉખેડી નાખ્યા.
ફરિયાદ. ચારૂપમાં સામળાજીનું મંદીર છે તેમાં મહાદેવ, ગણપતી, પાર્વતી વિગેરે મુરતીઓ ઉખેડી નાંખ્યા અને તે કૃત્ય અમારા હીંદુ ધર્મને અપભાન પહોંચાડવા કર્યું છે અને તેથી અમારી લાગણી દુઃખી છે એવી આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ છે.
આપીને જવાબ. આરોપીઓ ગુન્હાનો ઈનકાર કરે છે, પણ આરોપી ૧ કહે છે કે એક ચંદુલાલ નહાલચંદના કહેવાથી તે જગ્યાએ કીડીઓ થતી હતી તે અટકાવવા અને ત્યાં આરસ નાંખવા માટે એ મુરતીઓ કાઢી નાંખેલી અને
જ્યાંને ત્યાં મુકવાની હતી, અને એ કામ ચંદુલાલેજ પીતાંબર સલાટ પાસેથી કરાવ્યું છે અને તે વખતે હું હાજર નહતા અને બાકીના આરે પીઓ એમ એ સંબંધે કંઈ જાણતા નથી એમ કહે છે.
મુદા. . (૧) આરોપીઓએ ફે. નિ. ક. ૨૫૬-૫૦૨ પ્રમાણે ગુન્હ કર્યાનું સાબીત છે ? (૨) છેવટ શો હુકમ કરે જોઈએ ?
નિર્ણય. (૧) હકારમાં. (૨) આરોપીઓને સજા કરવી જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com