________________
૨૮૬
છે કે. ફેાજદરી કામે અરસપરસ ચાલુ છે. તેને સમાધાનીથી અંત લાવવા જોઇએ અને ભવિષ્યમાં કાઇ પણ દીવાની દાવા કે ફેાજદારી ફરીયાદો કાઇ પણ પક્ષે કરવાની કે ચાલુ રાખવાની નથી એટલું જ નહિ પણ અંદર અંદર કંઇ પણ નિમિત્ત કરી ધના બહાનાથી કયા કોઇ પણ કામ ઉપસ્થિત નહિ કરે એમ હું માનુ છું.
પંચાતનામામાં આ છે તેથી હું એમ
સનાતનધર્મવાળાઓએ તેમના મતે આપેલા ઠરાવો અમલ મારે કરાવી આપવા એમ સુચન કર્યું પણ ઠરાવું છું કે બન્ને પક્ષ આ ઠરાવને કાયદેસર રીતે હારટના હુકમનામામાં ફેરવી નંખાવવા તજવીજ કરશે. જૈન કામ તરફે પંચાતનામું આપનારા તે વાત માન્ય રાખેછે તે કબુલત જવાબ આપવા મારા કહ્યાથી તૈયાર છે ને તેમ થાયા પછી વિશેષ મારે અમલ કરાવવા રહેતા નથી. નામદાર વરિષ્ઠ ન્યાયાધીશીમાં જે મુર્તી ઉત્થાપન સંબંધી પ્રાંત ફોજદારી ન્યાયાધીશીએ આરપીએને છેડી મુકયાના ઠરાવ ઉપર જે વિવાદ દાખલ થયાછે તે કામ બંધ ન પડે ને તે કામના આરોપીને `માં ઉતરવુ પડે તે આ ઠરાવને અમલમાં મુકવા પ્રસંગ આવે તે ખર્ચમાં તેમને થયેલી રકમ તેમને મજરે આપી બાકીની રોકડ અવેજ દે બાંધવા આપવાને હરાવું ધ્રુ કદાચ તે કામમાં સજા થાય તે પછી જગા તથા રૂપીઆ આપવાનેા ઠરાવ અમલમાં આવી નહિ શકે એ વાત સ્પષ્ટ જ છે. તે આ ઠરાવ તેમને બંધનકારક ગણવા કે કેમ તે તેમની મરજીની વાત ઉપર રહેશે. આ પ્રમાણે ઠરાવ થયા છે માટે ભવિષ્યમાં કપણ પ્રસંગ કારણ કે નિમિત્તથી શ્રી શામળાજીના મંદીર કે તેની જગામાં કોઇપણ જાતની હરકત કે દખલ કાઈપણ સનાતન ધર્મોવાળાએ કરવાની નથી.
ઉપર મુજબ ઠરાવ મે તમામ હકીકત સમજી લઇ કર્યાં છે. તે બન્ને પક્ષે માન્ય રાખવા જોઇએ. છેવટમાં હું જૈન છતાં મારા ઉપર સનાતનધર્મ વાળા બન્ધુએએ પુરા વિશ્વાસ દેખાડી મને ઠરાવ કરવા સોંપ્યુ છે તે તેમના મારા પ્રત્યેના વિશ્વાસની લાગણી સારૂ હું તેમને ઉપકાર માનું છું જૈન બન્ધુએ પણ કલેશના આખરને અંત લાવવા મન મોટુ કરી જમીન તથા રૂપીયા આપશે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યા છે. તેથી તેમને પણ ઉપકૃત થયો છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com