________________
૨૮૫
પ્રતિષ્ઠીત કર્યા વિના છુટકો નથી તેથી એમ ઠરાવું છું કે સદરહુ દેવેની મુર્તીઓ સનાતન ધર્મવાળાને જન મંદીરમાંથી બીજે સ્થળે પ્રતિષ્ઠીત કરવાને આપવી. તે સ્થળ કયું ને કેવી રીતે આપવી એ મુદાને નિસ્ય એમ કરું કે
મંદીરના ફરતા કમ્પાઉંડની બહારની નવી ધર્મશાળા બંધાય છે. તેમાં...........દિશાના ખુણામાં કે..........દિશામાં પૂર્વ પશ્ચિમ પહોળી ગજ.તથા ઉત્તર દક્ષિણ ગજ......જમીન શ્રી શામળાજી મંદીરના વહીવટ કરનાર જૈન સંઘે સનાતન ધર્મવાળાને તેમના દેવની મુર્તીએ બિરાજમાન કરવા મકાન બાંધવા આપવી.
જે જગ્યાની જમીન આપવામાં આવે છે તે એવી છે કે તે જગામાં તે દેવનું દહેરૂં બાંધવામાં આવે ને તેમના શાસ્ત્ર મુજબ શંખ, ભેર નેબત વીગેરે વત્રો વાગે તેમજ હવન હોમાદી ક્રિયા થાય તેથી શ્રી જીનમંદીરના પ્રભુજીની આશાતના થવા ભય નથી. ને જેનેશ્વર પ્રભુના શેવને અર્ચનાદિમાં કંઈ અડચણ આવશે નહિ એમ મને લાગે છે. સદરહુ જગામાં સનાતન ધર્મવાળાએ દેરૂં બાંધી તેમાં દેવની મૂર્તીઓ પધરાવી પ્રતિષ્ઠા કરવી અને જૈન દેવાલયનું કમ્પાઉંડ તે જગાથી ( ) કરી તેની પાછળ કોટ બાંધી તેમની દેવાલયની ને તે જગા અલગ કરી નાખવી આવી રીતે થયાથી બને દેવાલયનું માન પ્રતિષ્ઠા ને ઉભય કોમની લાગણી જળવાશે.
જૈન મંદીરમાં બિરાજતા મહાદેવજી વગેરે દેવ છે તેની ઈચ્છા જૈન મંદીર ત્યાગ કરી જવાની થાય છે. જેને કોમ કંઈ અપમાન ભરેલી લાગણીથી તે દેવ તરફ જતી નથી તે દેવ જૈન મંદીરમાંથી વિદાય થાય છે ને તેમના સારૂ સવડ કરી આપવી એ જૈન કોમ જેવી પરદુખે દુખી થનારી કોમને શોભા ભરેલું છે. વિગેરે કારણોથી એમ પણ ઠરાવું છું કે ઉપર જણાવેલી જગામાં દહેરૂં બાંધવા અથવા યોગ્ય તે દેવના પૂજન સારૂ સવડ કરવા જૈન સાથે તેમના આગેવાનોએ રૂપીઆ...... અને રૂપીઆ... રેકડા આપવા.
ઉપર પ્રમાણે ઠરાવ કામના ગુણદેવની હકીક્ત ઉપરથી અને વસ્તુસ્થિતિને અનુસરીને કરવામાં આવ્યો છે. હવે એ વાત સ્પષ્ટ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com