________________
૨૯૯
લાભ બચના લીખનેક એ હય કિ ચારૂપકી બાબતમેં શેઠ પુનમચંદજી એ જે ઠેરાવ કીયા હૈ એ વ્યાજબી હૈ કોઈ પ્રકારસે ધમકી હાનીકારક નહિ હૈ કારણકે જે મહાદેવકા મંદીર બનાના હૈ એ ધર્મશાલાસે બાહર . કોઈ નાલાયક પુરૂષે ઝઘડા ઊઠાવે આિર ખોટા છપાવે ઓ સંપર્ક સાંભલના લાયક નહિ હૈ. વિનસંતોષી બહોત હેતે હૈ ધર્મધ્યાન કરના. સંવત ૧૮૭૩ વઈશાક સુદ
લબ્ધિમુનિકી તરફસે ધર્મલાભ માલુમ હવે.
(૧૩) (પન્યાસજી વૃદ્ધિ વિજયજી ગણું) શ્રી. “જૈન” ના અધિપતી સાહેબ જોગ
|
મુ. ભાવનગર નીચેની હકીકતથી જણાવવાનું કે હમારે આ કાગળ લખેલ આપના પ્રસિદ્ધ છાપામાં છાપી પ્રસિધ કરશે જેથી સરવે જૈન ભાઈઓને જઈ આવે.
લખવાની હકીકત એવી છે કે હું જેઠ વદ ૧૩ વાર રવિને રોજ પાટણ આવેલ. જૈન છાપું તેમજ જૈન શાસન છાપું હું ઘણા વખતથી વાંચું છું અને આશરે બે ત્રણ માસથી પાટણ પાસે આવેલા ચારૂપ તીર્થની પાર્શ્વનાથજીના મંદીરમાંથી મહાદેવજી અલગ રાખવામાં આવેલા તે સબંધમાં તેમજ લવાદ તરીકે નીમાઈને શેઠ કટાવાળા રા. રા. પુનમચંદજી એ ઠરાવ આપેલ તે બાબત ઉપર બતાવેલા છાપાંઓમાં ચરચા ચાલતી હતી પણ પાટણ આવ્યા પછી તપાસ કરતાં તેમજ માહીતી મેંળવતાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જે ફેંસલો શેઠ પુનમચંદજીએ કરેલો છે તે ન્યાયથી કરેલ છે અને વ્યાજબી અને યોગ્ય છે.
ચારૂપ તીર્થના શામળા પાર્શ્વનાથજીના મંદીરમાંથી મહાદેવજીની મુરતી જૈન દેરાસરથી ઘણી જ છેટી છે તેમજ અલગ છે તે કારણથી કે પણ પ્રકારની હરકત તેમ આશાતના કઈ રીતે થાય તેવો સંભવ નથી વિષેશમાં જે ઠરાવ થયેલો છે તે તમે વાંચેલો છે. બારીકીથી તપાસ્ય પણ તે ઠરાવની અંદર કોઈ પણ એવા પ્રકારને અક્ષર નથી કે જેથી ધર્મની હાની થાય તેમ કોઈપણ ધર્મોવાળાને નુકશાન થાય. તે ઠરાવ થયેલો બરાબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com