________________
૨૯૭
આપેલે તમને બરાબર ભાસતો હોય તે તમારે આખી આલમમાં કોઈ પણ વ્યક્તિથી ડરવાનું રહેતું નથી અને જો તેમાં કંઇપણ મિશ્રણ થવા પામ્યું જ હોય તે હવે પછી એવા કેઈ શુભ પ્રસંગે તેને પ્રમાદ નહિ. સેવવા ખાસ ભલામણ છે. આવી મહત્વની બાબતમાં ચુકાદો આપવા પહેલાં બહુજ ગંભિરતાથી વિચારવાની જરૂર સુજ્ઞજને સ્વીકારે છે. અને તેને પ્રસિધ્ધિમાં મુક્યા પહેલાં બધા સંયોગેનો ખ્યાલ રાખી ચુકાદામાં એકેએક શબ્દ પણ સારી રીતે સાવધાનતા પુર્વક તપાસી જવા અને તેમાં ક્યાંય કોઈ શબ્દ અત્યારે કે હવે પછી બાધકરૂપ થવા સંભવે તે જરૂરી સુધારી લેવા કાળજી રાખવી જ જોઈએ. જો કે તમારા જેવા એક ગૃહસ્થ જૈનને ઈતરપક્ષવાળા લવાદ તરીકે નીમે તે જન સમાજને માટે માનભરેલી બીના સમજવા ગ્ય છે પણ તે સાથે બની શકે તેટલા વર્તમાન અને ભવિષ્યના સંગ અને પરિણામને ઉહાપોહપુર્વક વિચારવા કોઈ તેવા નિઃસ્વાર્થી દિર્ઘદ્રષ્ટિ અને શાસ્ત્ર ( વિદ્વાને ) ની સલાહ ખાનગી રીતે પુછી લેવાની
એટલા માટે જરૂર રહે છે કે પોતે સદ્ગહસ્થ હોઈ ભુલને પાત્ર છે અને પિતાનાથી એવી કોઈ એક ભુલ થઈ ન જાય કે જેનું પરિણામ પિતાને અને બીજા આશ્રિતોને સહન કરવું પડે એટલું જ નહિ પણ તે હૃદયમાં
ખ્યા જ કરે. જે બુદ્ધિ પાછળથી ઉપજે તે બુધ્ધિ પ્રથમથી ઉપજે તે પાછળથી પસ્તાવો કરવાને પ્રસંગ જ ન બને એ ખ્યાલ સુતને હો જોઈએ. તમોએ આપેલો ચુકાદ મેં બે એક વખત વાંચવામાં આવેલો છે ખરે પણ આગળ પાછળના બધા સ યોગથી વાકેફગારી નહિ હેવાથી ઉપર મુજબ સુચનાત્મક લખીને સતિષ પકડવાનું રહે છે.
તા. ક.
ગત કાર્તકી ઉપર સમાગમ થયેલે ત્યારે અમે જ તમને ઉકત કેસની માંડવાળ કરવા ઇશારે કરેલો અમને સંભારે છે. તે પછી કેવા સંગે વચ્ચે આ માંડવાળ થવા પામી છે તે પુર્ણ રીતે જાણવામાં આવેલ નથી. પરંતુ તમોએ તે બધી વાતે જ લક્ષમાં રાખી ચુકાદો આપવા તજવીજ કરી હશે અથવા એમ જ થવું' જોઈએ રૂ. ૨૦૦૧ જેવી નાદર રકમ બીજે સ્થાવર મીલ્કતમાં લાભ સામાપક્ષને અપાવતાં તમે જૈનકોમની દયાળુતા ઉપર ભાર મુકયો છે ખરો પરંતુ એજ શબ્દની સાર્થકતા અવગુણુ ઉપર જે ગુણ કરે તે વીરલા જંગ જોય એવી દશા પ્રાપ્તને માટે ઘટી શકે છે. બીજાને કદાચ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com