________________
૩૦૨
પરિશિષ્ટ ૭૪
શેઠ ભેગીલાલ હાલાભાઈને પત્ર “ હમેશાંની તકરાર મટી ગઈ છે તે ઘણુંજ ઉત્તમ
થયું છે ?
લોકે જે હિલચાલ કરે છે ઠીક નથી.’ શા હાલાભાઈ મગનલાલ
ધનજી સ્ટ્રીટ, તાંબાકાંટા, મુબઈ નં. ૩ તા. ૨૩-૨-૧૯૧૭
મણીયાર વાડીલાલ લલ્લુભાઈ તથા ઝવેરી ચુનીલાલ મગનલાલ યોગ્ય મુકામ પાટણ. જત ચારૂપ કેસની મહેસાણાની અપીલમાં વકીલ છોટાલાલ સાંકળચંદને બેલાવેલા તેમની ફી હજુસુધી અપાઈ નથી તેથી તેમનો કાગળ મહારા ઉપર આવ્યું છે ને તેમાં તેઓ રૂપીયા માગે છે માટે તેમના જેટલા દીવસ હોય તેટલા દીવસના રૂપીયા ૨૫ પ્રમાણે જરૂર આ કાગળ પહોંચ્યાથી મોકલી તેમની પાવતી લઇ લેજે (મંગાવી લેજો ) ભુલશો નહી. કારણકે નાહક તેઓ ઉઘરાણી મને કરે છે તે ઠીક નહિ; માટે ભાઈજી ચારૂપ ખાતાનું બધું અટપાઈ ગયું છે તે હવે લાંબે વખત સુધી આપણે તેમની ફી રોકવી આપણને શરમભરેલું ગણાય. વળી ચારૂપ કમીટી ખાતામાં રૂપીયા આપણે ત્યાં પડેલા છે તો જરૂર તરત રૂપીયા મોકલી આપજે. આજથી રોકશો નહિ એજ.
લી, સેવક, * ભેગીલાલ હાલાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com