________________
૨૮૩
નંબર–ને દાખલ થયો પરિણામે કામની ફરી અગાડી ચેકસી કરવા હકમ થયો છે જે કામ હાલ મસેસાણું ફે. ન્યા. વગ ૧ માં વર્ગ ફેર થવાથી ચાલુ છે.
ઉપર મુજબ બને કોમો વિરૂદ્ધ અરસપરસ ફરીયાદ થઈ પૈસાનો નિર્થક વ્યય થયા કરે છે એટલું જ નહિં પણ પાટણ શહેરની વસ્તીમાં તથા ચારૂપમાં મહાભારત કુસંપને કલેશ ચાલુ છે. સદરહુ કલેશ અને કુસંપનું હમેશના સારૂ નિરાકરણ થાય દીવાની દાવા કરવા પ્રસંગ રહે નહિ અને તમામ શહેરીઓ હળીમળીને રહે તેમજ મોટા કલેશના અંતરગત સ્વાર્થના કારણથી પરંતુ ધમને દેખીતા બહાનાના કલેશો અને ઊંચા મન થતાં જે ચાલુ છે તે તમામને અંત આવે અને ભવિષ્યમાં દીવાની દાવા અને ફોજદારીઓ થતી સદર સારૂ અટકે એવા હેતુથી સનાતની ધર્મવાળાના આગેવાનો તેમજ શ્રી શામળાજીના વહીવટ કરનાર આગેવાને વિગેરેએ જૈન સંધ તરફથી મારા ઉપર વિશ્વાસ રાખી મને લેખી પંચાતનામાં સહીઓ કરી આપી ઉપર દર્શાવેલી તકરારનો નિર્ણય કરવા પંચ નીમી ઠરાવ કરવા અધિકાર આપ્યો તેથી બન્ને પક્ષની તકરારો રૂબરૂ. સાંભળી લીધી છે તેમજ હકીકતથી માહીત થઈ મારા અંતરઆત્માએ જે પ્રેરણા કામની હકીકત ઊપરથી કરી છે. તે ઉપરથી નીચે પ્રમાણે નિર્ણય કરું છું.
સનાતન ધર્મવાળા તેમજ જૈન ધર્મના અનુયાયીઓ સેંકડો વર્ષથી હળીમળીને રહેતા આવેલા છે. અરસપરસ તેમના આચાર વિચારનું કેટલીક બાબતમાં મીશ્રણ થઈ ગયું છે. અરસપરસ સહવાસથી સનાતન ધર્મના સિદ્ધાન્તો જૈન ધર્મની કર્મવિધીમાં દાખલ થવા પામ્યા છે. જેવા કે લગ્નાદીક ક્રિયા બ્રાહ્મણો કરાવે છે વિગેરે. કેટલાક જૈન શ્રી અંબીકા વિગેરે દેવને પૂર્ણ આસ્થાથી પોતાના દેવ તરીખે માને છે, ને બાધા આખડીઓ રાખે છે. સનાત્તન ધર્મવાળા જૈન મંદીરમાં પુજારીનું કામ કરે છે અને તે સાથે કેટલીક વર્ણન લેક જૈન દેવોને પિતાના દેવ તરીકે વિકારે છે. એટલું જ નહિ પરંતુ પર્યસણ આદી અપવાસ પણ કરે છે જૈન એ ધર્મ છે કંઈ જાતી નથી. હરકોઈપણું જનને માનવાને છુટ છે. ખરી રીતે જોતાં સનાતન ધર્મવાળા જિન વર્ગને ઉતરતા ગણે છે ને તેમના શાસ્ત્ર મુજબ જૈન મંદીરમાં તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com