________________
૨૯૩
યોગ્ય ધમ લાભ વાંચશે. પાટણ મધે દેવગુરૂ ભક્તિકારક પુન્યપ્રભાવક સુશ્રાવક નેહીવર્ય પુનમચંદ કરમચંદ તથા પાટણના સંધ સમસ્ત અત્રે દેવગુરૂ પ્રસાયથી સુખસાતા છે તતાપ્યસ્તુઃ બીજું વિશેષ જણાવવાનું કે ચારૂપતિર્થની બાબતમાં સુરતથી મુનિ લબ્ધિવિજ્યજી તથા છોટાઉદેપુરથી મુનિ સંપતવિજ્ય જે કાગળો લખ્યા તે તા. ૧૪-૩-૧૭ ના સાંઝવર્ત. માનમાં પ્રગટ થયેલા છે તે વાંચીને અમારા મનમાં ખેદ ઉત્પન્ન થાય છે કેમ કે પાટણના સંઘે આપને લવાદ તરીકે નીમ્યા તેમાં પાટણના સંઘે કલેશ દુર કરવા વાસ્તે તે સારૂ ડહાપણ વાપર્યું હતું ને આપે તેમાં પરિપૂર્ણ સારી ફરજ બજાવી હતી એજ કે પાટણના સંધ તરફથી સંધના આગેવાનોના અભિપ્રાય પ્રમાણે રૂપીયા તથા જમીન જે આપવામાં આવી તે પ્રથમ કેટલાએક લોકોને જણાવી પછી એવોર્ડની નકલ કેટલાએક શ્રાવક તમને આપી આવેલા તે પણ પન્યાસ ધર્મવિજ્યજીના કહેવાથી અમારા જાણવામાં આવેલી હોવાથી તે આપે વસ્તુસ્થિતિ જોઈને પરિપૂર્ણ રીતે એ કર્તવ્ય બનાવ્યું છે ને પરસ્પર ધર્મ સંબંધી કલેશને દુર કર્યો છે તેમાં નિસંદેહ વાત છે જે એવોર્ડની નકલ વાંચી તે બરોબર છે ને
ગ્ય છે. આ કાગળ પાટણના સંઘસમસ્તને વંચાવજે લવાદ તરીકે જે પંચાતી કોટાવાળા શેઠ પુનમચંદભાઈ એ કરી છે તે ભવિષ્યનો વિચાર કરતાં બરાબર લાયક છે. દેવ દરશન કરતાં સંભારજે અને સંભારીએ તે અનુમોદજે સંવત ૧૮૭૩ વરસે ફાગણ વદ ૧૦ રવિવારે લેખક પન્યાસ મુક્તિવમલ ગણી સંબંધી ધર્મલાભ વાંચીએ શ્રીરસ્તુઃ
' (૫)
(મુનિ યત્નવિજ્યજી) (કપુરવિજ્યજીના શિષ્ય)
તા. ૨૧-૩-૧૭ પાટણ જૈનસંધ નીચેની હકીકત જણાવવાનું કે પાટણના શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે લવાદ તરીકે નીમાઈને ચારૂપ સંબંધી જે ફેસલો આપ્યો છે તે બરાબર વ્યાજબી છે. કોઈ પણ રીતે આપણું ધર્મશાસ્ત્રને તથા તીર્થને હાનીકર્તા નથી. આ કાગળ સંધને પાટણ મધ્યે વંચાવજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com