________________
૨૯૨
પંચ નીમી પંચાતનામું લખી આપેલ તે ઉપરથી આપ સાહેબે જે એવોર્ડ આપેલ છે તે જૈનપત્રના તા. ૪-૩-૧૭ ના અંકમાં અક્ષરે અક્ષર ધ્યાનપૂર્વક મેં વાંચી જોયેલ છે અને આ ચારૂપ કેસની હકીકત સંબંધમાં શરૂઆતથી જ કંઈક માહીતી મેળવતે રહેતા હોવાથી લખવા હીંમત ધરું છું કે આ રીતે કેસને સમાધાનીથી નીકાલ લાવવામાં આપ સાહેબે જે કુનેહ વાપરી એવોર્ડ આપેલ છે તેથી ઘણું જ ખુશી થવા જેવું છે. એટલું જ નહિ પણ એક જૈન આગેવાન તરીકે આપ સાહેબ સારી રીતે પ્રસિદ્ધ હોવા છતાં આપનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આપ સાહેબને બન્ને પક્ષવાળાઓએ આવા મહત કાર્યોની સુપ્રત કરેલ તેનો યોગ્ય રીતે ફડ કરવા આપ સાહેબ શક્તિમાન થયા છે તેથી અભિમાન લેવા જેવું છે. આપ સાહેબના એર્ડમાં જૈન ધર્મના સિદ્ધાંતે વિરૂધ્ધ કંઈ હકીકત હોય તેમ જણાતું નથી તેમજ આપણું જૈન ભાઈઓના હિતને પણ કંઈ નુકશાન પહોંચ્યું હોય તેમ જણાતું નથી આવી રીતની સ્થિતિ છતાં પણ કેટલાક જૈન ભાઈઓ તરફથી એવોર્ડમાં વપરાયેલ ભાષા વિરૂદ્ધ અગર આપ સાહેબે પ્રદરશત કરેલ અભિપ્રાય વિરૂદ્ધ કેવલ ઠેષબુદ્ધિથી વધે લેવાની તજવીજ કરવામાં આવે છે તે તેમના વિદ્ધસતેવી સ્વભાવનું પરિણામ છે,
થોડા રોજ પહેલાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના તેમજ પાટણ તરફ યાત્રાર્થ હું આવેલ તે અરસામાં એર્ડથી આપ સાહેબે મહાદેવ માટે જુદી જમીન કાઢી આપેલ તેમાં પાયો નાખવાની ક્રિયા કરવા માટે વડોદરા રાજ્યના સસુબા મે૦ ગુણજીરાવ રાજબા નીબાલકર સાહેબનું પધારવું થયેલ તે વખતે તેમણે પાટણના સ્ટેશન પર એવા શબ્દો ઉચારેલ કે બન્ને પક્ષ વચ્ચે હમેશના માટે દસ્તીને પાયો નંખાય છે તે કદી પણ ભુલાય તેમ નથી. આપણાં તીર્થો સંબંધીની દરેક તકરારને આવી રીતે સમધાનીથી નીકાલ થાય તેવું ઇચ્છવા એગ્ય છે. તા સદર.
(પન્યાસજી સૈભાગ્ય વીમલજી વીગેરે)
વસ્તીથી પાર્શ્વન પ્રણમ્ય. વડનગરથી લી. પન્યાસજી સૌભાગ્ય વિમલજી ગણિ તથા પન્યાસ મુક્તિ વિમલ ગણું વગેરે થાણા પાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com