________________
૨૯૦
પરિશિટ. ૭ર.
--- *-- એવોર્ડની પ્રશંશાના અભિપ્રા.
(નંદલાલ લલુભાઈ વકીલ)
શ્રી વડોદરા કઠી પાળ
તા. ૯-૩-૧૭ ઝવેરી ચુનીલાલ મગનચંદ -
મું. પાટણ. વિ. વિ. આપને પત્ર મલ્યા છે. હકીકત જાણી મે. કોટાવાલા સાહેબે આપેલા ઠરાવ સંબંધી આપે અભિપ્રાય મંગાવ્યું છે. મેસાણ અપીલમાં આપણા લાભમાં ઠરાવ થયા પછી આ બાબતમાં અત્રે પુછવાને માટે સંધના કેટલાક સદગૃહસ્થ પધારેલા હતા તે જ વખતે ભવિષ્યની સુલેહના માટે બંને પક્ષ વચ્ચે પંચ નીમી સમાધાન કરવા મેં મહા અભિપ્રાય બતાવેલો હતો જ. મેકોટાવાલા શેઠ સાહેબના ઉપર વિશ્વાસ મુકી બંને પક્ષે તેમને પંચ તરીકે નીમી અધિકાર આપ્યો અને તે અધિકારની રૂઇએ તેમણે ઠરાવ કર્યો અને તે ઠરાવનો અમલ પણ થઈ ગયો છે એમ તપાસ કરતાં જણાય છે. બંને પક્ષે મુકેલા વિશ્વાસ અને આપેલા અધિકારની રૂઇએ તેઓએ બહાર પાડેલા ઠરાવના સંબંધમાં હવે આપણે કોઇપણ અભિપ્રાય બહાર પાડવો અથવા તે સંબંધી ચર્ચા કરવી એ મ્હારા મત મુજબ બરોબર થતું નથી. એ ઉપરથી તે આપણી અંદર અંદરને કુસંપ માલુમ પડશે અને સામાપક્ષ અને ડાહ્યા માણસો આપણા જૈન લેકના મનની નીરબળતા ઉપર હસશે માટે એ સંબંધી કાંઈ પણ ચર્ચા થવા દેવી અથવા મતે ભેગા કરીને તેનું સમર્થન કરવું કે બીજાઓએ વિરૂદ્ધ પડી ખંડન કરવું બંધ રાખવું એ મારે નમ્રતા પૂર્વક મત શ્રી સંઘને જાહેર કરવાની મારી વિનંતિ છે. આ મુજબની મારો અભિપ્રાય હોવાથી હાલ હું વિશેષ કાંઈ પણ લખી શકતા નથી. ઠરાવની છાપેલી કોપી તથા મુંબાઈનું હેન્ડબીલ આ સાથે મોકલ્યાં છે. ઉત્તર જણાવશે.
(સહી.) સેવક નંદલાલ લલુભાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com