________________
२६८
એટલે મંદીરમાં જે મુરતીઓ હોય તેમને ગમે તે રીતે ફેરવી નાખવાને તેમને હકક પહોંચે છે કે કેમ ? આ કામમાં વિશેષ હકીકત એવી છે કે મંદીર પાટણ જન સંઘની માલકી કબજાનું કહેવામાં આવે છે, એ જૈન સંધ એટલે કેણ એ કંઈ પુરાવામાં આવ્યું નથી પણ સંધની તરફથી એક જુદી દુકાન સં. ૧૯૫૮ થી કાઢવામાં આવી અને ટ્રસ્ટીઓ વિગેરે નમવામાં આવેલા છે એવી કંઈ હકીકત નીકળી છે, આરોપી ૧ ટ્રસ્ટી પૈકી નથી પણ સંધ તરફથી ચારૂપ મંદીરનો વહીવટ જુવે છે, એટલે ત્યાં નોકર ચાકર વિગેરેને પગાર આપવાનું તથા નવું બાંધકામ વિગેરે દેખરેખ રાખવાનું કામ કરતા પણ ચોટેલી મુરતીઓ ઉખેડવી એવું મહત્વનું કૃત્ય તે પિતાની જબાબદારી ઉપર કરી શકે એમ બીલકુલ જણાતું નથી. આરોપી તરફથી જે હકીકત કહેવામાં આવે છે તેમાં એ કૃત્ય જૈન સંધ કે કમીટીએ ઠરાવ્યું હતું એમ બીલકુલ આવતું નથી અને એવી હકીકત હેત તે શુદ્ધબુદ્ધી વખતે સાબીત થાત પણ ઉલટ જે હકીકત કહેવામાં આવે છે તેમાં એ કૃત્ય તદન બે દરકારથી કરવામાં આવ્યું છે એમ જણાશે. ગુન્હાની તારીખ પહેલાં ત્રણ મહિના ઉપર એક વખત ચંદુલાલ નહાલચંદ (ની. ૧૫૬) આરોપી ૧ ને વાત કરેલી કે ત્યાં કીડીઓ થાય છે. વચમાં કઈ વાત થએલી નહિ તે પછી પુનમના આગલે દહાડે (ગુન્હાના આગલે દહાડે) ચંદુલાલ ચારૂપમાં આરોપી ૧ ને તે વાત કહે છે ત્યારે આરોપી કહે છે કે મજુરે છે તેની પાસેથી ઠરાવ અને આરસનું પાટીયું છે તે નંખાવ. એ વખતે તે મંદીરની ધર્મશાળામાં જ હતા છતાં શું કામ કરવાનું છે તે જોવા આરોપી જતું નથી કે આરોપી ને ત્યાં દેખરેખ રાખતે હતે તેને કે મજુરને કહી રાખતા નથી અને બીજે દિવસે બપોરની ટ્રેનમાં ચાલી જાય છે અને ચંદુલાલ એકલો તે પછી તે કામ પીતાંબર પાસેથી કરાવે છે એટલે ફકત પીતાંબરનેજ કહી જાય છે અને પાટીઉં બેસાડ્યા પછી મુરતીઓ કેવી રીતે બેસાડવાની તે કહી રાખતા નથી. અને પિતે નજીકના ગામમાં ચાલી જાય છે અને સાંજરે આવીને જુવે છે તે મુરતીઓ ઉખેડેલી પણ પાટીયું પુરતું નહીં માટે બેસાડેલું નહિ એ હકીકત માનવા જેવી નથી એટલું જ નહી પણ એજ સાક્ષીએ બીજી જુબાનીમાં એમ કહેવું છે કે એ મુરતીઓ કોણે ઉખેડી તે મને ખબર નથી અને તે ઉપરથી એમ જણાય છે કે એ સાક્ષીના સલાહથી એ કામ થયેલું છે અને પિતે બીજા નજીકના ગામ ચાલી ગયા છે, અને તેથી તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com