________________
२६४
ગેરહાજરી હતી અને તે પણ પીતાંબરે બતાવેલા હાલના આરોપીઓ ઉપરાંત પોતે આરોપીમાં હોવો જોઈતા હો
એ મુરતીઓ પ્રથમ પણ ઉખેલી. આરોપીઓ તરફથી એમ કહેવામાં આવે છે કે મહાદેવ વિગેરે મુરતીઓ પ્રથમ પણ ઉખેડેલી હતી. ગણપતીના પાછળ આરસ છે તેજ પ્રમાણે પારવતી આરસમાં કોચીને બેસાડેલી હતી એવી હકીકત કામમાં નીકળેલી છે અને કોર્ટ પિોતે મંદીર જેવા ગયેલી તે વખતે તેવી જ સ્થિતિ જણાયેલી. સં. ૧૮૬૪-૬૫ માં આરસ કર્યો તે વખતે એ થયું છે એમ કહેવું છે પણ તે વખતને પ્રત્યક્ષ કામ કરનાર કે કરાવનાર કોઈ સાક્ષીમાં આવતું નથી પણ સ્થિતિ ઉપરથી એમ જણાય છે કે એવું હોવું જોઇએ. તેજ પ્રમાણે મહાદેવની જલાધારી પણ તે જ વખતે બેસાડેલી એમ કહેવું છે. મહાદેવનું પ્રથમ લીંગ હતું અને પછી જલાધારી થઈ એવું ફરીયાદીને સાક્ષી પણ કહી ગયેલ છે. (ની. ૪૮ અને તે બદલની સ્પષ્ટતા થઈ નથી, જલાધારીનું કાણું નાનું હોવાથી લીંગ ઉખેડ્યા વગર જલાધારીમાં બેસાડાય નહિ એમ સાક્ષી (ની. ૧૬૪) પ્રત્યક્ષ જોઇને કહે છે અને તે પ્રમાણે હોવું જોઈએ એમ લાગે છે પણ મહાદેવ છેમાં બેસાડેલો હતો એમ ફર્યાદીને તેજ સાક્ષી ( ની. ૪ ) કહે છે અને બીજા સાક્ષી પણ કહે છે અને જલાધારી કેણે બેસાડેલી તે બદલની પુરી હકીકત આરોપી તરફ આવતી નથી એ હીંદુઓએ બેસાડેલી હોવી ન જોઈએ એમ આરોપીએનો સાક્ષી ( ની. ૧૪૮ ) કહે છે એટલે પ્રથમ જલાધારી ન છતાં એ સુધારોજ જેને કહેવું જોઈએ તે કેમ થયો તેને કશે ખુલાસો આરોપી તરફથી આવતો નથી.
મુરતીઓ સ્થાપીત હતી કે કેમ? એક વખત મુરતીઓ ઉખેડી હોય તે બીજી વખત પણ ઉખેડવાને હક પ્રાપ્ત થાય છે એમ નથી એ ફક્ત શુદ્ધબુદ્ધિનો સવાલ છે, મહાદેવ વિગેરે મુરતીઓ રીતસર શાસ્ત્ર પ્રમાણે સ્થાપીત કરેલી છે કે નહિ, એ મહત્વને સવાલ નથી, અને તે જોવાનું આ કામની હકીકતમાં બીલકુલ કારણ નથી. જુની મુરતીઓ છે એ વાત કબુલ છે અને તે બેસાડેલી હતી એટલી જ વાત બસ છે, અને બેસાડેલી મુરતીઓ ઉખેડવું એ ઘણું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com