________________
૨૬૭
પાટણના જૈનોના ધ્યાનમાં આવ્યાથી તે લોકે ત્યાં સુખડ, કેશર તથા પુજાને બંદેબસ્ત ત્યાં કરવા લાગ્યા, આગળ જતાં સં. ૧૯૩૭ માં જુનું જીર્ણ થયેલું દેહરૂ નવું બંધાવ્યું અને તેને ફરતો કોટ બંધાવ્યો તે પછી, સં. ૧૮૬૪-૬૫ કે તે આરસામાં ત્યાં આરસ નંખાવ્યો અને તેજ આરસામાં મંદિર બહારની જમીન સરકાર પાસેથી વેચાતી લઇ ( ૧૪૫–૧૪૬ ) બહારનો ન કોટ અને તેમાં ધર્મશાળા બંધાવી. એ બધે ખરચ જેનોએ કર્યો છે અને ગામ વાળાએ કશે ખરચ કર્યો નથી એ વાત ફરયાદીને કબુલ છે પણ એ કારણસર મંદીરનું સાર્વજનિક સ્વરૂપ જતું રહ્યું એમ નથી, એ સાર્વજનિક નથી એમ આપી તરફથી પણ કહેવામાં આવતું નથી કે કહેવાય નહિ પણ ફક્ત જૈને પુરતું સાર્વજનીક એમ કહેવામાં આવે છે પણ એક વખત મીલકત સાર્વજનીક ઠરાવ્યા પછી તે અમુક એક કમની મીલકત છે એમ કહેવાય નહિ. ફકત અમુક એક કોમને તેનો વહીવટ કરવાનો વિશીષ્ટ અધિકાર છે એટલું જ થશે. ઉપર બતાવ્યા પ્રમાણે જૈન લોકોએ મંદીર ઉપર ખરચ કયથી હિન્દુઓ વિરૂદ્ધ તેમની માલકી કે કબજે થયો એમ બીલકુલ કહેવાય નહિ. ફકત હિન્દુઓને તેને વહીવટ સંબંધે કંઈ કેટલો અધિકાર આપવો એટલે જ સવાલ રહેશે. પણ હીંદુઓ વિરૂદ્ધ કબજે થયો એમ એવી સાર્વજનીક મીલકત સંબંધે બીલકુલ કહેવાય નહિ, મીલકત સાર્વજનીક કહ્યા પછી કોઈ પણ ખાનગી માણસના મંદીર જેવી મીલકત સંબંધે શો હક્ક હોય તેમાં દર્શન પુજા વગેરે કરવાનો હકક એટલેજ તે સંબંધે વિરૂદ્ધ કબજે કેવી રીતે થઈ શકે; અને હકીકતમાં પણ હીંદુઓ દર્શન કરવા આવતા એમ ફરિયાદી પક્ષનો પુરાવે છે અને પુજારી (ની. ૧૪૮) તથા ચેકીયાદ (ની. ૧૪) એ પ્રમાણેજ કહે છે. આર . પીના સાક્ષી પૈકી કોઈ ગામમાં રહેનાર નથી, છતાં હીંદુ દર્શન કરવા આવતા નથી એમ કહેવા તૈયાર થાય છે તો પણ સાક્ષી ચંદુલાલે (ની. ૧૫૬) બીજી જુબાનીમાં એમ કહેલું કબુલ રાખ્યું છે કે હીંદુઓ આવે તે કહે કે અમને સામળાજીનું દર્શન કરાવે.
મંદીરમાંની મુરતીઓ ફેરવી નંખાય કે કેમ?
માટે એમ ઠરાવું છું કે હીંદુ લોકો આ મંદીરમાં દર્શન કરવા આવતાં હવે બીજો સવાલ એવો છે કે -જૈનોએ વહીવટ શરૂ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com