________________
२६६
મહાદેવ પાર્વતી સંબંધે. આરોપી તરફથી એમ કહેવામાં આવ્યું છે કે અમે પણ એ દેવોને પુજીએ છીએ તે ફરિયાદી પક્ષના સાક્ષીઓ પણ કહે છે કે અમે સામબાજીને દેવ તરીખે માનીએ છીએ.
એટલે એને અર્થ એટલે જ છે કે – જે પ્રમાણે હીંદુ અને મુસલ માન કે પારસી કે બ્રીચન એ તદ્દન જુદા જુદા ધર્મના માનવામાં આવે છે તે પ્રમાણે હીંદુ અને જૈન નથી, જૈન એ ધર્મ તદન જુદે છે કે કેમ તે સવાલમાં ઉતરવાને કંઈ કારણ નથી. પણ એ બે કોમમાં વિશેષ ભીન્નભાવ નથી એમ ઉપર બતાવ્યું છે તે શવાય એ હકીકત પણ
ધ્યાનમાં લેવાની છે કે જે તકરારી મંદીર જૈનોનું એટલે જૈન ધર્મનું કહેવામાં આવે છે તેમાં તેમના પિતાના તરફથી જે પુજારીઓ વખતે વખત રાખવામાં આવેલા છે તે હીંદુઓ છે એટલે પિતાના દેવને હીંદુ ધર્મના પુજારી ચાલે છે એમ થાય છે. આપી તરફથી મહાદેવ વિગેરે દેવે સંબંધી દલીલ.
ઉપર બતાવ્યા પ્રમાણે આ મંદીરમાં જૈનોના તથા હીંદુના દેવ છે એમ ઠરાવું છું. એ દેવ ઘણા વરસથી તે મંદીરમાં છે એ વાત આરોપી પક્ષને પણ કબુલ જેવી છે અને ફરિયાદીના સાક્ષીઓ તે ઘણું વરસથી એમજ કહે છે, અને કામની હકીકત ઉપરથી પણ એમજ નીકળે છે પણ આરોપી તરફથી જે હીંદુના દેવ કહેવામાં આવ્યા છે તે સંબંધે જુદી જુદી જાતની તકરારે કરવામાં આવી છે તેને વીચાર કરવાને છે.
માલકી.
પહેલી તકરાર એવી છે કે એ મંદીર પાટણ જૈન સંધની માલકી કબજાનું છે અને અમે સં. ૧૮૧ર થી વહીવટ કરતા આવ્યા છીએ; એવા નામના ઉતારા વિગેરે આપ તરફથી રજુ કરવામાં આવ્યા છે (ની. ૧૪૪) એ સંબંધી એટલું કહેવું બસ છે કે એ મંદીર ઘણું જુનું છે અને કોઈ એકલા માણસની માલિકીનું નથી. આપણું દેવનું એક જુનું મંદિર ચારૂપમાં છે (ચારૂપમાં જૈનેની વસ્તી નથી) એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com