________________
૨૭૦
જોખમ ભરેલું છે અને તેથી તે મુરતીને પવિત્ર માનનારાઓની લાગણી દુખાય એમ દરેક માણસ જાણતો હોવો જોઈએ એમજ માનવાનું છે અને આરોપીઓ એ પ્રમાણે માનતા ન હોય એમ માનવાને કંઈ કારણ નથી. બેસાડેલી મુરતીઓ ઉખેડેલી છે તો તે યોગ્ય કારણસર ઉખેડેલી છે એમ બતાવવાનો બોજો આરોપીઓ ઉપર છે. તેમના તરફની હકીકત માનવા જેવી નથી એટલું જ નહિ પણ સમાધાનકારક પણ નથી. કંઈપણ પ્રથમ તૈયારી કર્યા વગર મુરતીઓ ઉખેડેલી છે, અને ઉખેડેલી પડી મુકી છે અને એવી મુરતીઓ જોઈ લાગણી દુઃખાય એમ આરોપીઓ સમજતા હેવા જોઈએ. પાટીયું બેસાડયા પછી તેના ઉપર મુરતીઓ બેસાડવાની હતી એમ કહેવામાં આવે છે, પણ તે સ્પષ્ટ નથી અને જેવીને તેવી બેસાડવાને સ્પષ્ટ ઇરાદો સાબીત થાય તે આરોપીઓ વિરૂદ્ધ વખતે ગુન્હો ના સાબીત માનવામાં આવત, પણ એ હકીકત સ્પષ્ટ નથી એટલું જ નહિ પણ સાક્ષીથી ચંદુલાલને મુરતીઓ હજી બેસાડવા તૈયાર છે એમ પુછતાં સીધે જવાબ આપતા નથી. અને બેસાડીએ એમ કહે છે, આરોપીઓ તરફથી મહાદેવ પાર્વતી એ દેવોને નામ આપવામાં આવતું નથી એટલું જ નહિ પણ મહાદેવને ઓરસીઓ વગેરે અપમાનકારક શબ્દથી તેનું વર્ણન ચંદુલાલ વિગેરે આરોપીના સાક્ષી કરે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે આરોપીઓએ જે પિતાને માથે શુદ્ધબુદ્ધિ બતાવવાને બે હતું તે સાબીત કરેલો નથી અને મંદીરની હકીકત ઉપર બતાવેલી છે તે ઉપરથી આરોપી ન જેવો માણસ જે ફકત મંદીરને વહીવટ કરતો હતો તેણે યોગ્ય સલાહ વગર અગર હીંદુઓની સંમતો વગર મુરતીઓ ઉખેડવાનું જેવું મહત્વનું કામ કર્યું છે તેમ કરવાને તેને અધિકાર નહોતે એટલું જ નહિ પણ તેની શુદ્ધબુદ્ધિ પણ જણાતી નથી. પ્રથમ એક વખત ઉખેડેલી હતી એમ કહેવામાં આવે છે પણ તે સંબંધીની પુરતી હકીકત કોર્ટ આગળ આવેલી નથી, અને તે વખતે તે કૃત્ય ગુન્હાઈત નહતું એમ નથી, અને તેટલી જ વાત પકડી ફરી બીજી વખતે બેસાડેલી મુરતી ઉખેડી નાખવાને અધિકાર પ્રાપ્ત થતો નથી કે તેને ઉપર આધાર રાખી ફરી ઊખેડાય નહિ એમ ઉપર બતાવેલું છેજ.
તે થયેલું કૃત્ય ફ. ની ક. ૨૫૬ પ્રમાણે ગુન્હાઈત થાય છે એમ કરાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com