________________
પુછયું તે હકીકત પણ ચંદુલાલની હકીકતથી ઉલટ પડે છે. એટલે આ રિપી બતાવે છે તે પ્રમાણે ગેરહાજરી સાબીત નથી. આરોપીઓ ન. ૨ -૩-૪-૫ તરફથી પુરાવા નથી.
મુખ્ય સાક્ષી પીતાંબર છે.
હવે ફરિયાદ તરફથી જે સાક્ષીઓ થયા છે તેમાં કંઇ વખતે ગુન્હો બન્યો તે સંબંધે પીતાંબર અને અબદુલ રહેમાનની જુબાની અને ગોકાજી (ની. ૧૪) અને હાલ બારોટની જુબાનીમાં (ની. ૧૩) તફાવત છે, અમારા માનવા પ્રમાણે ગોકાજીએ અને હાલા બારેટે ફકત મુરતીઓ ઉખેડેલી જોઈ છે તે શીવાયની તેમની હકીકત અમને ખરી લાગતી નથી પણ કાજી ત્યાંને ચેકીયાત છે તે પાંચે આરોપીઓની તે દીવસની હાજરી બતાવે છે. તે ખરૂં નહિ માનવા કારણ નથી તે શીવાય અબદુલ રહેમાન (ની. ૫૧) પણ હાજરી બતાવે છે, અને પીતાંબરને ટવકો કર્યો તે આરોપી પ એ એમ આવાજ પરથી કહે છે. ચંદુલાલ ત્યાં જ રહેતા હતા અને ઘણું દહાડા કામ ચાલતું હતું તે અવાજ ઓળ ખવા હરકત હતી એમ નથી. અને મુખ્ય સાક્ષી પીતાંબર છે. (ની. ૮) તેના કહેવા પ્રમાણે આપી ૫ હથોડા ટાંકણા લઈ આવે, એવો ટવકો કર્યો અને અંદર જતાં આરોપી ૧ એ મુરતીઓ ઉખેડવા કહ્યું મેં ન પાડી એટલે તેણે પોતે થઈને ઉખેડી. ઉલટામાં ચંદુલાલે નં. ૫ એ ઉખેડી એમ કહે છે પણ તેનો ખુલાસે તેણે ફેરતપાસમાં આપે છે કે બે ગભારામા હતા એટલે ચંદુલાલનું નામ આપ્યું તે ખુલાસો ખોટો માનવા કારણ નથી. આરોપીઓ ૧-૫ ગભારામાં હતા અને આરોપીઓ ૨-૩-બહાર છત્રીના થાંબલા પાસે હતા અને ઝટ કરે એમ આરોપી ૧ ને કહેતાં એમ કહે છે એ હકીકત ખોટી માનવા અમને કારણ જણાતું નથી પાછળથી એક પીળું પાટીયું મેં કાઢયું અને પછી બીજું મોટું પાટીયું મહાદેવ બેસાડેલા તે જગ્યામાં બેસાડવા કહ્યું તે પુરતું નહિ અને મસાલો નહિ માટે બેસાડવું નહિ એમ કહે છે એ બધી હકીકત અમને ખરી લાગે છે, આરોપી ૧ ત્યાં ને વહીવટ કરનાર તેજ અને આરોપી ૫ ત્યાં દેખરેખ રાખતું હતું તે આ પ્રસંગે પણ હાજર હોય એ સંભવિત છે અને આરોપીઓ ને ૨-૩-૪ નું બેટું નામ દેવા આ સાક્ષીને કંઈ કારણ હતું એમ જણાતું નથી ત્યારે આરોપીઓ સવારે બળદ ગાડીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com